અરવલ્લીઃ મહિસાગર નદીમાં ડૂબી ગયેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો

News18 Gujarati
Updated: June 11, 2018, 11:22 AM IST
અરવલ્લીઃ મહિસાગર નદીમાં ડૂબી ગયેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો

  • Share this:
મહિસાગર નદીમાં ગઇકાલે ડૂબી ગયેલા તમામ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. સોમવારે સવારે વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ગોવિંદપુરાના આ આશાસ્પદ યુવકોમાંથી આજે ત્રણ યુવકની એક જ સ્થળે અંતિમવિધિ કરવામાં આવી હતી. એક જ કુટુંબના ત્રણેય યુવકોની અંતિમવિધિમાં હજારો લોકો જોડાયા હતા. પાંચેય યુવકોના મોતના મામલો આજે મહિસાગરમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. યુવકોના શોકમાં માલપુર તાલુકાની બજારો સંપૂર્ણ બંધ રહી હતી. શાળા-કોલોજોએ પણ બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

રવિવારે રાજ્યમાં ડૂબવાના ત્રણ બનાવો

રવિવારે રાજ્યમાં ડૂબવાની તેમજ પાણીમાં કૂદીને આપઘાતના અલગ અગ ત્રણ બનાવો નોંધાયા હતા. જેમાં 7 લોકોનાં મોત થયા છે, જ્યારે બાકીના લોકોને બચાવી લેવાયા છે.

1) ગાંધીનગરઃ માતાને બે પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું

રવિવારે ગાંધીનગરના રાયપુર પાસે મહિલાએ પોતાની બે પુત્રીઓ સાથે નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં બે પુત્રીઓનાં મોત થયા હતા. મહિલા સૈજપુર બઘાની વતની હતી. મહિલાએ પતિ સાથે કોઈ બાબતે વિવાદ બાદ કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ સમયે કેનાલ પર હાજર સુરક્ષા ગાર્ડે મહિલાને બચાવી લીધી હતી. આ અંગે ડભોડા પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

2) મહિસાગરમાં પાંચ લોકો ડૂબ્યારવિવારે બીજા એક બનાવમાં મહિસાગર નદીમાં પાંચ લોકો ડૂબી ગયા હતા. જેમાંથી ચાર યુવકોના મોત થયા હતા તેમજ એકનો મૃતદેહ સોમવારે મળ્યુયો હતો.  યુવકોની શોધખોળ કરવા માટે વડોદરાથી એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી. પુરુષોત્તમ માસ નિમિત્તે આ યુવકો નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. ખાનપુરના દેગમડા ગામે આ બનાવ બન્યો હતો.

2) વલસાડમાં દરિયામાં નાહવા પડેલી મહિલાઓ ડૂબી

રવિવારે બનેલા એક બનાવમાં વલસાડના તિથલ દરિયાકિનારે નાહવા પડેલી બે મહિલાઓ ડૂબી હતી. ઘટનાને પગલે દરિયાકાંઠે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ આ બંને મહિલાઓને સહિસલામત બહાર કાઢી હતી.
First published: June 11, 2018, 9:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading