વાતાવરણમાં પલટોઃઅંબાજી-મહેસાણામાં વહેલી સવારે માવઠુ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 26, 2017, 1:59 PM IST
વાતાવરણમાં પલટોઃઅંબાજી-મહેસાણામાં વહેલી સવારે માવઠુ
મહેસાણા, અંબાજીઃ 68મા પ્રજાસત્તાક દિવસની વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. ગઇકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ઉત્તર ગુજરાતના અંબાજી પંથકમાં તેમજ મહેસાણાના વિસનગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.અંબાજી પંથકમાં આજે વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા માવઠા થવાનું ગઇકાલે જ આગાહી કરાઇ હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 26, 2017, 1:59 PM IST
મહેસાણા, અંબાજીઃ 68મા પ્રજાસત્તાક દિવસની વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. ગઇકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ઉત્તર ગુજરાતના અંબાજી પંથકમાં તેમજ મહેસાણાના વિસનગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.અંબાજી પંથકમાં આજે વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા માવઠા થવાનું ગઇકાલે જ આગાહી કરાઇ હતી.

વેસ્ટર્ન ડિસ્ટબ્ન્સના કારણે પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાન પર એક અપર એર સાક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે.અપર એર સાક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.ઉતર ગુજરાત અને કચ્છમાં વાદળ છાયુ વાતાવરણ રહ્યુ છે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યુ વાતાવરણ રહ્યુ છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં અને ઉતર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.તેમજ વાદળ છાયુ વાતાવરણ રહેવાના કારણે મહત્તમ તાપમાન ઘટશે.પરંતુ લઘુતમ તાપમાનમાં વધારો થશે.જેના કારણે ઠંડીનો અહેસાસ નહી થાય.
First published: January 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर