ગુજરાતનાં આ યોગી છેલ્લા 70 વર્ષથી ખોરાક-પાણી વગર જીવે છે, કોણ છે આ યોગી?

News18 Gujarati
Updated: June 12, 2018, 11:23 AM IST
ગુજરાતનાં આ યોગી છેલ્લા 70 વર્ષથી ખોરાક-પાણી વગર જીવે છે, કોણ છે આ યોગી?
યોગી પ્રહલાદ જાની
News18 Gujarati
Updated: June 12, 2018, 11:23 AM IST
કોઇ વ્યક્તિ પાણી અને ખોરાક વગર કેટલા દિવસ જીવી શકે ? ગુજરાતનાં મહેસાણા જિલ્લાનાં ચારોડ ગામે આશ્રમમાં રહેતા યોગી પ્રહલાદ જાની છેલ્લા સીતેર વર્ષથી પાણી અને ખોરાક લીધા વગર માત્ર હવાથી જીવે છે. વિશ્વભરનાં લોકો માટે પ્રહલાદ જાનીનું જીવન એક કૌતુક છે. પ્રહલાદ જાનીએ દાવો કર્યો છે કે, તેઓ છેલ્લા સાત દાયકાથી જમ્યા નથી કે પાણી પીધુ નથી. આમ છતાં સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

પ્રહલાદ જાની લાલ કલરના કપડાં પહેરે છે અને લોકો તેમને માતાજી કહી સંબોધે છે. તેમનું જીવન લોકો અને વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય પમાડે છે. તેમની આ અસામાન્ય જીવનશૈલીએ દુનિયાભરના લોકોને દંગ કરી દીધા છે. પ્રહલાદ જાનીના શરીર પર ઘણા બધા મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યા અને જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, પાણી અને ખોરાક વગર તેઓ કઇ રીતે જીવી શકે છે ?

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે અબ્દુલ કલામે પણ પ્રહલાદ જાનીના જીવન પર અભ્યાસ કર્યો હતો. વૈજ્ઞાનિકોએ તેમના આશ્રમમાં રહેલા છોડવાઓ (પ્લાન્ટસ્) પર પણ ટેસ્ટ કરી જોયા પણ વૈજ્ઞાનિકો માટે માતાજીનું જીવન કોયડો જ બની રહ્યું છે.

2010માં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોલોજી એન્ડ એલિડ સાયન્સિસ અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રહલાદ જાની પર અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસના 15 દિવસ દરમિયાન ખૂબ કડક રીતે તેમના પર મોનીટરીંગ કરવામાં આવ્યુ. વીડિયો મોનિટરીંગ પણ કરવામાં આવ્યું. તેમના પર એમ.આર.આઇ, એક્સ-રે પણ કરવામાં આવ્યા. આ સિવાય પણ જરૂરી પ્રયોગો અને પરીક્ષણ કરવામાં આવ્યા. આ અભ્યાસમાં એવું તારણ આવ્યું કે, પ્રહલાદ જાની પાસે એક એવી વિશેષ શક્તિ છે જે તેમને ભુખમરાથી બચાવે છે.

પ્રહલાદ જાની કહે છે કે, તેઓ માં અંબાના ભક્ત છે અને સતત મેડિટેશન (યોગ) કરે છે. આ મેડિટેશન તેમને શક્તિ આપે છે. વિશ્વભરમાંથી ભક્તો તેમના આશ્રમની મુલાકાત લે છે. લોકો તેમના પ્રશ્નો લઇને તેમની પાસે આવે છે અને યોગી તેમને માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો તેમના આશ્રમની મુલાકાત લઇ ચૂક્યા છે.
First published: June 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर