અંબાજીમાં પૂનમના દિવસે ગબ્બર પર અદ્ભૂત ચમત્કાર, અખંડ જ્યોતમાં થયા વાઘના દર્શન

વીડિયોમાં જોવામાં આવતી જ્યોતમાં સાક્ષાત વાઘનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તેમાં બે આંખ, કાન, મોઢુ જોવા મળી રહ્યું છે.

News18 Gujarati
Updated: December 24, 2018, 11:48 AM IST
અંબાજીમાં પૂનમના દિવસે ગબ્બર પર અદ્ભૂત ચમત્કાર, અખંડ જ્યોતમાં થયા વાઘના દર્શન
અંબાજી અખંડ જ્યોતમાં વાઘનાં દર્શન
News18 Gujarati
Updated: December 24, 2018, 11:48 AM IST
ગુજરાતમાં અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં પણ અંબાજીનું ખુબ માહત્મ્ય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. લાખો કરોડો લોકો માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો ભક્તો મામ અંબાના દર્શને આવતા હોય છે. અંબાજી મંદિરથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અહીં ગબ્બર પર અખંડ જ્યોત વર્ષોથી છે. અહીં એક ચમત્કાર જોવા મળ્યો છે. આ અખંડ જ્યોતમાં મા અંબાની સવારી એવા વાઘના દર્શન થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગઈ કાલે શનિવારના દિવસે પૂનમ હતી. અંબાજીમાં પૂનમના દર્શન કરવાનું ખુબ માહત્મ્ય હોય છે. પૂનમના દિવસે હજારો લોકો અંબાજી દર્શને આવતા હોય છે, ત્યારે શનીવારે પૂનમના દિવસે અંબાજીથી બે કિલોમીટર દુર આવેલા પવિત્ર ગબ્બર પર સવારની આરતીના સમયે અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા. આ દ્રશ્ય જોઈ ભક્તો ભાવ વિભોર થઈ ગયા.

કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામાં આવતી જ્યોતમાં સાક્ષાત વાઘનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તેમાં બે આંખ, કાન, મોઢુ જોવા મળી રહ્યું છે. ગબ્બરનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે. અને જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાનું કોઈ જ મહત્વ નથી હોતું. જેને લઈ જેમ જેમ વીડિયો વાયલ થઈ રહ્યો છે તેમ તેમ ભક્તો કૂતુહલતા સાથે ભાવ વિભોર થઈ રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઇ ભજવવામાં આવે છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને આ સમયે મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવે છે.

શું છે દંતકથા
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. ૧૬૦૧ નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે ૧૬મા શતકના છે. એક બીજા સં. ૧૭૭૯ ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. ૧૪મા શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીયા કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યા, પણ માતાજીએ પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા અને માત્ર પાંચ રહેવા દીધા.

દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.
Loading...

બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.

દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.
First published: December 23, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर