અંબાજીમાં આજે ભાદરવી મહાકૂંભ: શ્રધ્ધાળુઓ સાથે ભંડારામાં પણ ઘોડાપૂર

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 6, 2017, 2:43 PM IST
અંબાજીમાં આજે ભાદરવી મહાકૂંભ: શ્રધ્ધાળુઓ સાથે ભંડારામાં પણ ઘોડાપૂર
આજે સવારથી જ મંદિર પરિષદમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા પહોંચ્યા હતા. તો પુનમ હોવાથી મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ વાહનો દ્વારા પણ માના દર્શને પહોંચ્યા હતા. માના ચાચર ચોકમાં ગરબાની રમઝટ પણ જામી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 6, 2017, 2:43 PM IST
અંબાજીઃ બોલ માડી અંબે..જય જય અંબે...આજે અંબાજીમાં ભાદરવી મહાકુંભ છે. સાત દિવસના મેળાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે લાખોની સંખ્યામાં આજે માના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા.

ambaji_chandra1

મેળામાં છ દિવસમાં 25 લાખની વધુ માઇભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. અઢી લાખ કિલો પ્રસાદ ભક્તો માટે બનાવાયો. 20,61,247 જેટલા પ્રસાદના પેકેટ વિતરણ કરાયા. 1,50,955 જેટલા યાત્રિકોએ 51 શક્તિપીઠની યજ્ઞઆહુતિ આપી. અત્યાર સુધી મેળામાં કોઇ અનિચ્છનીય બનાવ નહી બનતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. ચાચર ચોક અને મંદિર પરિસરમાં દર્શન માટે ઉભી કરાયેલ વ્યવસ્થા સાથે સુરક્ષા જવાનો પણ શ્રદ્ધાળુઓ ભક્તિના રંગેરંગાઇ ગયા હતા. 37,301 યાત્રાળુઓએ ઉડન ખટોલા દ્વારા કર્યા ગબ્બર ગોખના કર્યા દર્શન. મંદિરની કુલ આવક 3,42,32,992 થઈ.

amdavad sang ambaji

આજે સવારથી જ મંદિર પરિષદમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા પહોંચ્યા હતા. તો પુનમ હોવાથી મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ વાહનો દ્વારા પણ માના દર્શને પહોંચ્યા હતા. માના ચાચર ચોકમાં ગરબાની રમઝટ પણ જામી હતી.

ambaji7

ambaji10

ambaji_chandra

First published: September 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर