અલ્પેશ ઠાકોર 30મીએ CM, ભાજપ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતીમાં ઉમેદવારી ફોર્મ ભરશે : સૂત્ર

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા અલ્પેશ ઠાકોર ( Alpesh Thakor)ના નામાંકન માટે પ્રદેશ નેતાઓને ઉતારવાનું આયોજન

News18 Gujarati
Updated: September 27, 2019, 4:16 PM IST
અલ્પેશ ઠાકોર 30મીએ CM, ભાજપ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતીમાં ઉમેદવારી ફોર્મ ભરશે : સૂત્ર
અલેપેશ ઠાકોર (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: September 27, 2019, 4:16 PM IST
મયુર માકડિયા, અમદાવાદ : રાજ્યમાં (Gujarat) આગામી 21મી ઑક્ટોબરે વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. (Assembly byelection) આ પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ (BJP)એ રાધનપુર બેઠક પર ઠાકોર નેતા અલ્પેશ અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને લીલીઝંડી આપી દીધી છે. સૂત્રોના દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી 30મી ઑક્ટોબરે વિજય મહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી કાલે સાંજ સુધીમાં ઉમેદવારો જાહેર કરે તેવી વકી છે ત્યારે અલ્પેશનનું નામાંકન હાઇપ્રોફાઇલ બને તેવી વકી છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ અલ્પેશ ફોર્મ ભરવા જશે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાઓની હાજરીમાં અલ્પેશ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. જોકે, હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા પરંતુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા નક્કી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : અમરાઈવાડી બેઠકની ટિકિટ મેળવવા માટે ભાજપના 15 નેતા મેદાને

બાકીની ચાર બેઠકો પેચીદી બની

જરાત વિધાનસભાની અમરાઈવાડી, બાયડ, ખેરાલુ, લુણાવાડા, રાધનપુર અને થરાદ સહિત 6 બેઠકો માટે 21 ઑક્ટોબરના પેટાચૂંટણી જંગ ખેલાનાર છે. આ 6 બેઠકો પૈકી રાધનપુર અને થરાદને બાદ ચાર બેઠકોના ઉમેદવારોની પસંદગી કરવી બીજેપી માટે માથાના દુઃખાવા સમાન બની છે. ખેરાલુ અને થરાદમાં ભાઈ અને પુત્ર પ્રેમના આડે પાર્ટી ઉમેદવારને લઇ નક્કી કરી શકતી નથી ત્યારે બીજી તરફ લુણાવાડા અને અમરાઈવાડીમાં બીજેપીના નેતાઓ વચ્ચે માનીતોની પસંદગીને લઇ લડાઈ તેજ બની છે.
First published: September 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...