અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપ, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા

સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર સહિતના જિલ્લાઓમાં અંદાજે 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

News18 Gujarati
Updated: June 6, 2019, 7:19 AM IST
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપ, 10 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા
સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર સહિતના જિલ્લાઓમાં અંદાજે 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
News18 Gujarati
Updated: June 6, 2019, 7:19 AM IST
ન્યૂઝ18 ગુજરાતી :  ઉત્તર ગુજરાતમાં રાતે 10 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં નાસભાગ મચી હતી. સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર સહિતના જિલ્લાઓમાં અંદાજે 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું લોકો જણાવી રહ્યાં છે, અંબાજીમાં ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે સાબરકાંઠા, અંબાજી, હિંમતનગર, ખેડબ્રહ્મા સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાતા દોડધામ મચી જવા પામી હતી. તમામ વિસ્તારોમાં અંદાજે 10 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો હાલ ભૂકંપની તીવ્રતા અંદાજે ચારની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ શું કેવડિયા બનશે કેન્દ્રશાસિત પ્રદેશ? મોટા પ્રમાણમાં ખુલી રહી છે 'Beer shop'

તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 31 કિમી દૂર અને જમીનથી 3.1 કિ.મી. નીચે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...