5 થી 12 વર્ષના બાળકો માટે ઝાયડસ કેડિલાએ બનાવી વેક્સિન, જુલાઈમાં મળી શકે છે મંજૂરી

 • Share this:
  નવી દિલ્લી: ગુજરાતના અમદાવાદમાં આવેલી ઝાયડસ કેડિલા (Zydus Cadila) ગ્રુપે કોરોના વાયરસની પોતાની વેક્સિન ઝોયકોવ-ડી (ZyKov-D)એ 5 થી 12 વર્ષના બાળકો માટે ટેસ્ટ કરવાનું આયોજન કરી રહ્યું છે. ઝયકોવ-ડી પ્લાજમિડ ડીએનએ વેક્સિન છે, જોકે ન્યૂક્લિએક એસિડ વેક્સિન તરીકે આવે છે. હાલમાં જ તેનો 800 બાળકો પર ટ્રાયલ પણ કર્યો છે જે પરિક્ષણ 12 થી 18 વર્ષના બાળકો પર કરવામાં આવ્યો હતો.

  કંપનીની તૈયારી જૂન અથવા જુલાઈના અંત સુધીમાં તેની રસી માટે ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી મેળવવાની છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરએ કહ્યું હતું કે, "અમારી પાસે 5 થી 12 વર્ષની વયના બાળકો પર રસી પરીક્ષણ અંગેનો સારો ડેટા હશે, જો બધુ બરાબર ચાલે છે, તો 12 થી 18 વર્ષ માટે રસીને માન્યતા મળી શકે છે."

  પટેલે કહ્યું, "રસીનો વિકાસ હંમેશાં તબક્કામાં થતો હોય છે, પહેલા વરિષ્ઠ લોકો માટે, પછી બાળકો માટે અને પછી 5 વર્ષથી નાના બાળકો માટે. અમારી રસી બાળકો માટે વધુ ફાયદાકારક રહેશે. કોઈ આડઅસર નહીં થાય." સામાન્ય રીતે અન્ય રસીઓમાં જોવા મળે છે. આ રસીનો બીજો ફાયદો એ છે કે, તેને ઇન્જેક્શનની જરૂર નથી."

  તાજેતરમાં, ઝાયડસ કેડિલાએ કોરોના વાયરસની સારવાર માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલની માનવ ક્લિનિકલ ટ્રાયલ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલની મંજૂરી માંગી છે. કેડિલા હેલ્થકેરએ જણાવ્યું છે કે "ઝાયડસ કોરોના વાયરસની ZRC-3308 રસીના ત્રીજા તબક્કોના ક્લિનિકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે." આ રસી કોરોના વાયરસના બે મોનોક્લોનલ એન્ટિબોડીઝની કોકટેલ છે.

  ઝાયડસે જણાવ્યું છે કે, કેડિલા હેલ્થકેર ભારતની એકમાત્ર કંપની છે જે કોકટેલ આધારિત મોનોક્લોનલ એન્ટિબોડી વિકસાવે છે. જે કોરોના વાયરસને મારી નાખે છે.
  Published by:kuldipsinh barot
  First published: