Home /News /national-international /કોરોના: 'શ્વાસ' બચાવવાની લડાઈમાં સંજીવની બની શકે છે ઝાયડસની 'વિરાફિન' દવા, જાણો

કોરોના: 'શ્વાસ' બચાવવાની લડાઈમાં સંજીવની બની શકે છે ઝાયડસની 'વિરાફિન' દવા, જાણો

પ્રતીકાત્મક તસવીર.

Zydus Cadila Virafin: ઝાયડસ કેડિલાએ શુક્રવારે જાહેરાત કરી છે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફઇન્ડિયાએ (DGCI) તેની દવા વિરાફિન (Virafin)ના સીમિત અને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

    નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus- India)ને કાળોકેર વર્તાવ્યો છે. દરરોજ હજારો શ્વાસ અટકી રહ્યા છે. ઑક્સીજન (Oxygen shortage) અને બેડ (Hospital beds)ની પણ એટલી જ અછત છે. આ હાહાકાર વચ્ચે શુક્રવારે રાહત આપતા સમાચાર આવ્યા છે. હકીકતમાં દવા કંપની ઝાયડસે (Zydus) બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ને જણાવ્યું કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DGCI)એ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તેની દવા "વિરાફિન" (Virafin)ના સીમિત અને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ચાલો જાણીએ આ દવા કેવી રીતે સંજીવની બની શકે છે.

    વિરાફિનને જાણો

    વિરાફિનનું મેડિકલ નામ પેઝિલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા-2બી છે. આ દવાનો ઉપયોગ પુષ્ત વયના કોરોના સંક્રમિત દર્દીઓ પર કરવામાં આવશે. કંપનીએ કહ્યુ છે કે વિરાફિન દવાનો એક જ ડોઝ કોરોના સંક્રમિત દર્દીની સારવાર ખૂબ સરળ બનાવી દેશે. વિરાફિનના ઉપયોગથી દર્દીને ખૂબ મદદ મળશે તેમજ અન્ય પરેશાનીને પણ અટકાવી શકાશે. ઝાયડસે કહ્યુ છે કે, આ દવાનો ઉપયોગ હૉસ્પિટલ અથવા મેડિકલ સંસ્થાઓમાં મેડિકલ નિષ્ણાતોની સલાહના આધારે કરવો જોઈએ.

    આ પણ વાંચો: કાળમુખો કોરોના અઠવાડિયામાં આખા જૈન પરિવારને ભરખી ગયો, માતમ મનાવનારું કોઈ ન વધ્યું!

    વિરાફિન કેટલી સફળ

    મૂળ રીતે હિપેટાઇટિસ સીની સારવાર માટે મંજૂરી પ્રાપ્ત આ દવાનું અનેક સેન્ટર પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં આ દવાનું 20થી 25 કેન્દ્રો પર પરીક્ષણ થયું હતું. પરીક્ષણ દરમિયાન દર્દીઓને સપ્લીમેન્ટ તરીકે ઑક્સીજનની જરૂરિયાત ખૂબ ઓછી પડી હતી. કંપનીએ કહ્યુ છે કે ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલમાં દર્દીઓ પર દવાનો ખૂબ સારો પ્રભાવ જોવા મળ્યો છે. ટ્રાયલ દરમિયાન જે દર્દીઓને આ દવા આપવામાં આવી હતી તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ સાત દિવસમાં નેગેટિવ આવી ગયો હતો. વિરાફિનના ઉપયોગથી વાયરસનો ખૂબ જ ઝડપથી ખાત્મો નક્કી છે. આ દવા અન્ય વાયરસ દવાની સામે ખૂબ વધારે મદદ કરે છે.

    આ પણ વાંચો: વીડિયો: કોરોના સંક્રમિત મહિલા તડપતિ રહી, બે મહિલા તેનો હાથ પકડીને તંત્ર-મંત્ર કરતી રહી, દર્દીનું મોત

    શરૂઆતની સારવારમાં ઉપયોગ જરૂરી

    શુક્રવારે BSEને આપેલી જાણકારીમાં ઝાયડસે કહ્યુ છે કે, "પરીક્ષણના પરિણામોથી એ સ્પષ્ટ થયું છે કે વિરાફિનના ઉપયોગથી દર્દીઓને શ્વાસ સંબંધીત પડી રહેલી મુશ્કેલીને રોકી શકાય છે. કોરોના વાયરસના દર્દીઓમાં શ્વાસ સંબંધી મુશ્કેલી સૌથી પ્રમુખ છે." કંપનીએ આ દવાના ઉપયોગ માટે મહિનાની શરૂઆતમાં ડીજીસીઆઈ પાસે મંજૂરી માંગી હતી. કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે કહ્યુ કે, "જો દવાનો શરૂઆતની સારવારમાં દવાનો ઉપયોગ કરવામાં આવે તો વાયરલ લોડને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. દવાને ખૂબ યોગ્ય સમયે મંજૂરી મળી છે. કોરોના સામેની લડાઈમાં આ દવા ખૂબ મહત્ત્વની ભૂમિકા નિભાવશે."

    આ પણ વાંચો: દિલ્હી CM અરવિંદ કેજરીવાલે PM મોદીને પૂછ્યુ- કોઈ ઑક્સીજન ટેન્કર રોકે તો કોની સાથે વાત કરું? ત્રણ માંગ પણ મૂકી
    " isDesktop="true" id="1090734" >

    દવાના ફેઝ-2 ટ્રાયલના પરિણામ

    આ પહેલા ફેઝ-2 ક્લિનિકલ ટ્રાયલમાં વિરાફિન સુરક્ષિત અને પ્રભાવિ હોવાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન માલુમ પડ્યુ છે કે વિરાફિન દવાનો મૉડરેટ કોરોના દર્દીઓ પર સકારાત્મક પ્રભાવ છે. દવાના ઉપયોગથી દર્દીઓમાં વાયરલ લોડ ઓછો કરવામાં મદદ મળી હતી. આ ઉપરાંત ઑક્સીજન સપોર્ટનો સમય પણ ઘટ્યો હતો. ફેઝ-2ના પરિણામ ઇન્ટરનેશનલ જર્નલ ઑફ ઇન્ફેક્શિયસ ડિસીઝમાં પ્રકાશિત થયા છે. ઉલ્લેખનીય છે કે ઝાયડસ કંપની કોરોના વેક્સીન ઝાયકોવ-ડી પણ બનાવી રહી છે. વેક્સીનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ આવતા મહિને પૂર્ણ થવાની આશા છે.
    First published:

    Tags: Coronavirus, COVID-19, Drug, ભારત