12-18 વર્ષની ઉંમર વાળા માટે ટૂંક સમયમાં આવી જશે ઝાયડસ કેડિલાની વેક્સીન, કેન્દ્રને SCએ આપી માહિતી

FILE PHOTO

Zydus Cadila: અમદાવાદની કંપની ઝાયડસ-કેડિલા ત્રીજી ફેઝનો ટ્રાયલ પૂર્ણ કરી ચૂકી છે. આ વેક્સીન બાળકોની સાથે સાથે મોટાઓને પણ આપી શકાશે. સરકાર મુજબ દેશમાં 18 વર્ષથી ઉપરનાં આશરે 93094 કરોડ લોકો છે. જેમને વેક્સીન આપવામાં આવશે.

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોનાનાં વેક્સિનેશન અભિયાન (Vaccination Drive in India) ઉપર સુપ્રીમ કોર્ટમાં તેનું સોગંદનામું દાખલ કરાવ્યું છે આ હેઠળ તેણે કહ્યું છે કે, ટૂંક સમયમાં જ 12થી 18 વર્ષની ઉંમરનાં બાળકો માટે ઝાયડસ કેડિલા (Zydus Cadila)ની વેક્સીન લગાવવામાં આવશે. સરકારે વધુમાં કહ્યું કે, આ વર્ષનાં અંત સુધીમાં તમામને વેક્સીન લગાવી દેવામાં આવશે. આપને જણાવી દઇએ કે, ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટે કોરોનાની વેક્સીન અંગે કેન્દ્રને સવાલ કર્યા હતાં. કોર્ટે પુછ્યું હતું કે કોરોનાને અટકાવવા માટે સરકાર શું પગલાં ભરી રહી છે.

  આ પણ વાંચો- જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ વિસ્તારમાં થયો બ્લાસ્ટ, સ્થળ પર પહોંચી ફોરેન્સિક ટીમ

  કેન્દ્રએ જણાવ્યું કે, કોરોના મહામારીથી બાળકોને બચાવવામાંટે ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનનો 2થી 18 વર્ષનાં બાળકો પર ટ્રાયલ શરૂ થઇ ગયો છે. જ્યારે ઝાયડસ કેડિલાની વેક્સીનનો 12થી 18 વર્ષનાં બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઇ ગયો છે. ટૂંક સમયમાં જ 12થી 18 વર્ષનાં બાળકો માટે રસી ઉપલબ્ધ થશે.

  આ પણ વાંચો-આજથી ગુજરાતમાં અનેક છૂટછાટ, ફટાફટ જાણી લો શું રહેશે બંધ અને શું રહેશે ખુલ્લું

  DCGIથી મંજૂરીનો ઇન્તેઝાર- કહેવાય છે કે, અમદાવાદની કંપની ઝાયડસ-કેડિલા ત્રીજા ફેઝનું ટ્રાયલ પૂર્ણ કરી ચૂકી છે. એ વેક્સીન બાળકોની સાથે મોટાઓને પણ આપવામાં આવશે. આગામી અઠવાડિયાની અંદર કંપની ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તેનાં ઇમરજન્સી ઉપયોગની પરવાનગી માંગી શકે છે. તે બાદ આ સમયે સંપૂર્ણ દુનિયામાં ફક્ત ફાઇઝર એકમાત્ર વેક્સીન છે જે 12થી 18 વર્ષનાં બાળકોને આપવામાં આવે છે.

  વેક્સીનની ઉપલબ્ધતા- સરકાર મુજબ દેશમાં 18 વર્ષની ઉપરનાં આશરે 93-94 કરોડ લોકો છે જેમને વેક્સીન આપવામાં આવશે. જે માટે 186થી 188 કરોડ વેક્સીનનાં ડોઝની જરૂર પડશે. કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું ચએ કે, ઓગસ્ટ 21થી ડિસેમ્બર 2021 સુધીમાં દેશમાં 135 કરોડ વેક્સીન ઉપલબ્ધ હશે. જેમાં કોવિશીલ્ડનાં 50 કરોડ, કોવેક્સીનનાં 40 કરોડ અને બાયોલોજિકલ ઇની 30 કરોડ તેમજ ઝાયડસ કેડિલાની 5 કરોડ અને સ્પૂતનિક વીની 10 કરોડ વેક્સીન શામેલ છે.
  Published by:Margi Pandya
  First published: