હિપેટાઇટિસની દવાથી થશે કોરોનાની સારવાર? ઝાયડસ કેડિલાએ DCGI પાસે માંગી મંજૂરી

હિપેટાઇટિસની દવાથી થશે કોરોનાની સારવાર? ઝાયડસ કેડિલાએ DCGI પાસે માંગી મંજૂરી
પ્રતીકાત્મક તસવીર

Coronavirus News: ઝાયડસ કેડિલાએ કહ્યુ છે કે પેગીલેટેડ ઇન્ટરફેરૉન આલ્ફા-2બીના ત્રીજા તબક્કાના પરીક્ષણ આ દવાથી કોવિડ-19ની સારવારને લઈને ખૂબ જ સારા પરિણામ મળ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી: દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila)એ ભારતીય ઔષધિ મહાનિયંત્રક (Drugs Controller General of India) પાસેથી હિપેટાઇટીસની દવા (hepatitis drug) પેગીલેટેડ ઇન્ટરફેરૉન આલ્ફા-2બી (Pegylated Interferon Alpha-2b)નો ઉપયોગ કોવિડ-19ની સારવારમાં કરવાની મંજૂરી માંગી છે. ઝાયડસ કેડિલાએ કહ્યુ છે કે પેગીલેટેડ ઇન્ટરફેરૉન આલ્ફા-2બીના ત્રીજા તબક્કાના પરીક્ષણ આ દવાથી કોવિડ-19ની સારવારને લઈને ખૂબ જ સારા પરિણામ મળ્યા છે.

  કંપની આ દેવાને 'પેગીહેપ' બ્રાન્ડ નામથી વેચે છે. કંપનીએ કહ્યુ કે શરૂઆતના જે પરિણામ સામે આવ્યા છે તેમાં માલુમ પડ્યું છે કે, શરૂઆતના તબક્કામાં જ આ દવાના ઉપયોગથી કોવિડ-19ના દર્દીઓ ખૂબ ઝડપથી ઉગરે છે. સાથે જ આનાથી દર્દીઓને કોઈ સમસ્યા પણ નથી આવતી.  આ પણ વાંચો: બેંકોએ એટીએમમાંથી નીકળતી ફાટેલી નોટ બદલાવી આપવી જ પડશે, નહીં તો લાગશે દંડ- જાણો નિયમ

  ઝાયડસ કેડિલાએ જેનરિક કોવિડ-19 દવાની કિંમત ઘટાડી

  આ પહેલા માર્ચ મહિનામાં ઝાયડસ કેડિલાએ રેમડેસિવીર દવાની પોતાની જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જે બાદમાં કંપનીએ કોવિડ-19ની દવાના જેનરિક વર્ઝનનો ભાવ ઘટાડીને 899 રૂપિયા પ્રતિ શીશી (100 MG) કર્યો હતો. કંપનીએ ઓગસ્ટ, 2019માં રેમડેકને દેશમાં રજૂ કરી હતી. એ વખતે ઇન્જેક્શનના સ્વરૂપમાં આપવામાં આવતી દવાની 100 એમજીની શીશીનો ભાવ 2800 રૂપિયા હતો.

  આ પણ વાંચો: કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ! દેશમાં પ્રથમ વખત 1 લાખથી વધારે નવા કેસ નોંધાયા

  ઝાયડસ કેડિલાએ ગત 24 માર્ચના રોજ પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે, રેમડેસિવીર કોવિડ-19ની સારવારમાં એક મહત્ત્વપૂર્ણ દવા છે. મુશ્કેલીની સમયમાં આ દવા દર્દીને ખૂબ રાહત આપે છે.

  ઝાયડસ કેડિલા તરફથી કહેવામાં આવ્યું છે કે, "પેગીલેટેડ ઇન્ટરફેરૉન આલ્ફા-2બીથી સારવાર ખૂબ જ રસ્તી પડશે. કારણ કે આના એક જ ડોઝથી સારવાર કરી શકાશે. આનાથી પરિણામ પણ ખૂબ સારું આવશે."
  કંપનીએ વધુમાં કહ્યું છે કે હિપેટાઇટિસ B અને Cના દર્દીઓની સારવાર માટે PegIFNની વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. તે ખૂબ સુરક્ષિત પણ છે. કંપનીએ નિવેદનમાં એવું પણ કહ્યું છે કે આ દવાના ત્રીજા પરિક્ષણમાં એવું પણ જોવા મળ્યું છે કે, ડોઝ અપાયા બાદ દર્દીઓને ઓક્સિજન આપવાની જરૂર ઓછી રહે છે. વર્તમાનની સારવારમાં ઑક્ટિજનનું પ્રમાણ જાળવી રાખવું એ એક મોટો પડકાર છે.

  Published by:Vinod Zankhaliya
  First published:April 05, 2021, 13:49 pm

  ટૉપ ન્યૂઝ