દિલ્હીથી જયપુર ફરવા આવી યુવતી, એક વ્યક્તિએ કરી દીધી હત્યા, પોલીસે 1500 KM પીછો કરી આરોપી પકડ્યો

ઝોયા દિલ્હીથી જયપુર ફરવા આવી હતી

crime news- ઝોયા અસિફ મલિકની ધોળા દિવસે હત્યા થયેલા મામલામાં ખુલાસો થયો, પોલીસે લગભગ 400 સીસીટીવી કેમેરાનું વિશ્લેષણ કરીને આરોપીની ઓળખ કરી

 • Share this:
  જયપુર : રાજસ્થાનના (Rajasthan News)જયપુરના (Jaipur)સાંગાનેર વિસ્તારમાં 22 ઓક્ટોબરે ઝોયા અસિફ મલિકની ધોળા દિવસે હત્યા થયેલા (Zoya Asif Malik Murder Case)મામલામાં ખુલાસો થયો છે. ઝોયા દિલ્હીથી જયપુર ફરવા આવી હતી. આ દરમિયાન સાંગાનેર વિસ્તારમાં ટોંક રોડ પર ચા ની દુકાન પર ચા પી ને જઈ રહી હતી તે સમયે એક શખ્સે ચપ્પાના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. આ મામલાની તપાસ કરી પોલીસે લગભગ 400 સીસીટીવી કેમેરાનું વિશ્લેષણ કરીને આરોપીની ઓળખ કરી હતી અને 1500 કિલોમીટર આરોપીનો પીછો કરી મહારાષ્ટ્રના નાસિકથી આરોપી મહેશ ભાસ્કર ઠાકરેની (Mahesh Bhaskar Thackeray)ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે 6 વર્ષ પહેલા ઝોયા અસિફ મલિક સાથે આરોપી મહેશની મહારાષ્ટ્રના પૂણેમાં મિત્રતા થઇ હતી.

  આ પછી 2020માં મૃતક ઝોયા અને આરોપીએ લગ્ન કરી લીધા હતા. લગ્નના થોડા દિવસો બંને સાથે રહ્યા હતા. આ દરમિયાન ઝોયા અચાનક પૂણેથી ગાયબ થઇ ગઈ હતી અને આરોપીએ તેના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. પૂણે પોલીસે ઝોયા અસિફ મલિક મામલાની તપાસ કરી તો જાણ થઇ કે તે મહેશ સાથે રહેવા માંગતી ન હતી. તે પશ્ચિમ બંગાળના સાહિલ સાથે રહેવા માંગતી હતી. આ વાત આરોપી મહેશને પસંદ પડી ન હતી અને તેણે બદલો લેવાનો વિચાર કર્યો હતો.

  આ પણ વાંચો - બળાત્કાર કરતા બાળકીના મોઢામાં નાખી દીધો ગરમ સળીયો, પત્થરોથી કચડીને લાશને સળગાવી દીધી

  યુવતીનો પીછો કરીને ઘટનાને આપ્યો અંજામ

  આ ઘટના પછી મૃતક ઝોયા પૂણે છોડીને પશ્ચિમ બંગાળ ચાલી ગઈ હતી. તેણે પોતાનો નંબર પણ બદલી નાખ્યો હતો. કેટલાક દિવસ પછી ઝોયા દિલ્હી રહેવા લાગી હતી. મૃતક ઝોયા અને આરોપી મહેશનો કોઇ સંપર્ક રહ્યો ન હતો. જોકે આરોપી મહેશ ચાલાક હતો. તે સતત તીનો પીછો કરતો રહ્યો હતો. 21 ઓક્ટોબરે ઝોયા દિલ્હીથી જયપુર પોતાની મુંહ બોલી માતાને મળવા ગઈ હતી. આરોપી મહેશ પણ તરત જયપુર ગયો હતો અને સાંગાનેરમાં એક હોટલમાં રૂમ લઇને રોકાયો હતો.

  આ પણ વાંચો - 7 દિવસ પહેલા લગ્ન થયા, પતિ સાથે ના બનાવ્યો સંબંધ અને પછી....

  22 ઓક્ટોબરે આરોપીએ ઝોયાની રેકી કરી ચપ્પાથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી. જયપુરમાં આવીને હત્યા કરવાના પ્લાન પાછળ તેનું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે આરોપીને એવી આશા હતી પોલીસને તેના પર શંકા જશે નહીં. આ જ કારણે તેણે હત્યા કરીને ગેસ્ટ હાઉસથી ચેકઆઉટ કરીને પાછો નાસિક માટે રવાના થઇ ગયો હતો.
  Published by:Ashish Goyal
  First published: