Home /News /national-international /કોરોનાથી પણ Zombie Virus નું વધુ છે જોખમ? જાણો મનુષ્ય માટે ખતરનાક...

કોરોનાથી પણ Zombie Virus નું વધુ છે જોખમ? જાણો મનુષ્ય માટે ખતરનાક...

ઝોમ્બી બનશે જોખમ!

Zombie Virus Thawing In Russia Siberian Region: ઝોમ્બી વાયરસ 48500 વર્ષ બાદ ફરીથી જાગતા વિશ્વના લોકો અનુભવી રહ્યા છે. તેમને ડર છે કે, દુનિયામાં ફરી કોરોના જેવી મહામારી ફેલાઈ શકે છે. આ દરમિયાન, વૈજ્ઞાનિકોએ તેમના નવીનતમ સંશોધનમાં જણાવ્યું છે કે, સાઇબિરીયામાં હજુ ઘણા વાયરસ મળવાના બાકી છે.

વધુ જુઓ ...
    Zombie virus: કોરોના વાયરસ બાદ, અચાનક ઝોમ્બી વાયરસ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, આ વાયરસ 48500 વર્ષોથી બરફીલો પ્રદેશ સાઇબિરીયામાં દબાયેલો હતો અને હવે બહાર આવી રહ્યો છે. આ વાયરસ ક્લાઈમેટ ચેન્જને કારણે બહાર આવ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, વાતાવરણમાં ફેરફારને કારણે ગરમી વધી છે અને તેના કારણે બરફ પીગળી રહ્યો છે, જેના કારણે વાયરસ જાતે જ બહાર આવી રહ્યો છે. પરંતુ, પ્રશ્ન એ છે કે તેનું નામ ઝોમ્બી વાયરસ કેમ રાખવામાં આવ્યું છે અને તે આપણા માટે કેટલો જોખમી હોઈ શકે છે...

    ઝોમ્બી વાયરસ શું છે?

    સંશોધકોના મતે, ઝોમ્બી વાયરસ અમીબા જેવા પરોપજીવી સાથે સંબંધિત હોઈ શકે છે, જેની સામે માનવોમાં આ ચેપી વાયરસનું સંક્રમણ ઓછું લાગી રહ્યું છે. પરંતુ, આ વાયરસ અમીબામાં ચેપનું કારણ બની શકે છે. આ સાથે જ, વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે, તે પ્રાણીઓ અને વૃક્ષોમાં પણ ચેપનું કારણ બની શકે છે.




     આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ 48500 વર્ષથી બરફની નીચે દંટાયેલો 'ઝોમ્બી વાયરસ' શોધી કાઢ્યો, જાણો કેટલો છે ખતરો

    શું મનુષ્યને પણ નુકસાન થશે?

    એક તરફ, વૈજ્ઞાનિકો તેને વૃક્ષો અને પ્રાણીઓના રોગો અને ચેપ સાથે જોડીને જોઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ, આ વાયરસ મનુષ્યોને પણ અસર કરી શકે છે. વૈજ્ઞાનિકોના તારણમાં એ પણ બહાર આવ્યું છે કે, આ વાયરસ શીતળાના આનુવંશિક બંધારણ જેવો જ છે, જે બરફમાં દટાયેલું હોવાનો અંદાજ છે. હવે જ્યારે બરફ પીગળી ગયો છે અને તે બહાર આવી ગયો છે, ત્યારે તે વૃક્ષ, છોડ, પશું-પક્ષીઓમાં ફેલાઈ શકે છે અને તે બાદ આ ચેપ પણ લાવી શકે છે.

    કેટલી ચિંતા કરવી જોઈએ?

    માણસોએ અત્યારે આ વાયરસથી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે મનુષ્યોને સીધો ચેપ લગાવશે નહીં. પરંતુ, તે આગળ જઈને, કોરોનાની જેમ પક્ષીથી ફેલાતો ઝૂનોટિક વાયરસ બની શકે છે અને આ રીતે લોકો સુધી પહોંચી શકે છે. પરંતુ આ બધી આશંકા છે, જેના વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેથી, આ વાયરસથી સાવચેત રહો, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. કારણ કે, હાલ તે માનવ વસવાટથી દૂર છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Health Department raid, Virus

    विज्ञापन
    विज्ञापन