Home /News /national-international /

Canada : હવે હરણોમાં મળી આવ્યો નવો વાયરસ, ચેપગ્રસ્તને બનાવી દે છે ઝોમ્બી!

Canada : હવે હરણોમાં મળી આવ્યો નવો વાયરસ, ચેપગ્રસ્તને બનાવી દે છે ઝોમ્બી!

કેનેડાના હરણોમાં મળી આવ્યો ઝોમ્બી બનાવતો વાયરસ

કોરોના વાયરસ (Corona Virus) બાદ જો હવે દુનિયામાં નવી મહામારી ફેલાય છે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવી શકે છે. એવા સમાચાર છે કે કેનેડાના હરણોમાં ઝોમ્બી વાયરસ (Zombie Virus In Canada) ફેલાઈ રહ્યો છે.

    2019 થી કોરોના (Coronavirus) વિશ્વભરમાં તબાહી મચાવી રહ્યો છે. જો કે આ વાયરસ માટે ઝડપથી રસી (Corona Vaccine) બનાવવામાં આવી, તેમ છતાં પણ કોરોનામાં મ્યુટેશન આવી રહ્યા છે. જેના કારણે આ વાયરસ હજુ પણ ફેલાઈ રહ્યો છે. જો કે, હવે તે પહેલાની જેમ જીવલેણ નથી. આમ છતાં આના ભયને નકારી શકાય તેમ પણ નથી. હજી કોરોનાને સંપૂર્ણ રીતે કાબૂમાં પણ નથી લઈ શકાયો તેવામાં કેનેડા તરફથી નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. અહેવાલ છે કે કેનેડાના હરણોમાં ઝોમ્બી બનાવે તેવા વાયરસ મળી આવ્યા છે.

    વાઈસ વર્લ્ડ ન્યૂઝના સમાચાર મુજબ કેનેડાના હરણની પ્રજાતિમાં આ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના સંપર્કમાં આવતા હરણ બીજા હરણોને મારીને ખાય છે. કેનેડાના કેટલાક ભાગોમાં ક્રોનિક વેસ્ટિંગ રોગને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આલ્બર્ટા યુનિવર્સિટીના વન્યજીવ રોગ નિષ્ણાત માર્ગો પિબસે જણાવ્યું કે હરણમાં આ મહામારી ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે.

    આ પણ વાંચો - Ukraine Crisis : યુક્રેનમાં મહિલાઓ પોતાના બાળકોના શરીર પર નામ-સરનામું લખી રહી છે

    આ વાયરસ નવો નથી


    તમને જણાવી દઈએ કે આ વાયરસ કેનેડામાં પહેલી વાર જોવા નથી મળ્યો, પરંતુ 1996માં પહેલીવાર જોવા મળ્યો હતો. આ સમયે આ વાયરસ એક ખેતરમાં ફેલાયો હતો અને તે પછી આ વાયરસ અન્ય પ્રાણીઓમાં ફેલાયો હતો. બાદમાં બધા પ્રાણીઓના મર્યા બાદ આ વાયરસ ફેલાવાનું બંઘ થયુ હતુ. બેક્ટેરિયા અને અન્ય વાયરસની આનુવંશિક માહિતી મળી શકે છે, પરંતુ હરણમાં ફેલાતા આ વાયરસ વિશે કોઈ માહિતી મળી નથી.

    આ પણ વાંચો - Russia-Ukraine war: ભારતે UNSCમાં બુચા હત્યાકાંડની કરી નિંદા, સ્વતંત્ર તપાસની માંગ

    માનવીઓમાં પણ ફેલાવાનું જોખમ છે


    CWD વિશે સૌથી મોટી ચિંતા એ છે કે તે હરણથી અન્ય કોઈ પ્રાણી અથવા તો માણસોમાં પણ ફેલાઈ શકે છે. તેનો શિકાર બન્યા પછી, વ્યક્તિ લૂઝ મોશન, ડિપ્રેશન અને પેરાલિસિસનો શિકાર બની જાય છે. આ ચેપગ્રસ્ત પ્રાણીનું માંસ ખાવાથી નથી થતો, પરંતુ તેના પેશાબ અને લાળ એટલે કે થૂંકની પકડમાં આવવાથી પણ થાય છે. જો કે, અત્યાર સુધી મનુષ્યોમાં આ ચેપનો એક પણ કેસ નોંધાયો નથી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Canada

    આગામી સમાચાર