બેંગલુરુમાં યુવતી સાથે ગેરવર્તનની ઘટના એક માત્ર નથી, ઝોમેટો અને સ્વિગી સાથે સંકળાયેલા છે અનેક વિવાદ

બેંગલુરુમાં યુવતી સાથે ગેરવર્તનની ઘટના એક માત્ર નથી, ઝોમેટો અને સ્વિગી સાથે સંકળાયેલા છે અનેક વિવાદ
ફાઈલ તસવીર

આવો જ એક કિસ્સો સ્વિગીના કર્મચારી સાથે પણ થયો હતો. બેંગ્લુરુમાં મહિલા સાથે તેણે ગેરવર્તન કર્યું હતું અને અસભ્ય માંગણી કરી હતી.

 • Share this:
  બેંગલુરુઃ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના (food delivery platform) ડિલિવરી બોય (Delivery boy) દ્વારા ગેરવર્તનની ફરિયાદ અવારનવાર સામે આવતી હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં બેંગ્લુરુમાં સામે આવ્યો હતો. ઝોમેટોના ડિલિવરી બોયએ (Zomato delivery boy) મહિલા ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ બાબતે નવો ફણગો ત્યારે ફૂટ્યો, જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી અને પૂછપરછમાં તેણે કહ્યું કે મહિલાએ પોતાની જાતે જ તેના નાકમાં ઇજા પહોંચાડી હતી, ઉલ્ટાનું ગેરવર્તન પણ કર્યું હતું. એવું નથી કે, આવું પ્રથમ વખત બન્યું છે. અગાઉ પણ ઝોમાટો અને સ્વિગી સાથે વિવાદો થઈ ચૂક્યા હોવાના કિસ્સા છે.

  2020ના માર્ચ મહિનામાં જગદીશ નામના 25 વર્ષના ઝોમેટો ડિલિવરી એમ્પ્લોય 20 મિનિટ મોડો પડતા તેના ઉપર રેસ્ટોરન્ટના કર્મચારીઓએ હુમલો કર્યો હતો. ડિલિવરી બોય મોડો પડતા ચા ઠંડી થઈ ગઈ હતી, જેથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઝૉમેટોના કર્મચારીની કરોડરજ્જુ તૂટી ગઈ હતી.  આવો જ એક કિસ્સો સ્વિગીના કર્મચારી સાથે પણ થયો હતો. બેંગ્લુરુમાં મહિલા સાથે તેણે ગેરવર્તન કર્યું હતું અને અસભ્ય માંગણી કરી હતી. બાદમાં રૂ. 200ના કુપન મોકલ્યા હતા. આ કિસ્સા બાદ મામલો સ્વિગી પાસે પહોંચ્યો હતો અને પગલાં લેવાની ખાતરી સાથે સ્વિગીએ માફી માંગી હતી.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

  આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

  2019ના ફેબ્રુઆરીના ચેન્નઈમાં એક વ્યક્તિના પર્સલમાં લોહીવાળા પદાર્થ મળી આવ્યા હતા. આ ઓર્ડર સ્વિગીમાંથી (swiggy) કરાયો હતો. આ ફરિયાદ સ્વિગીને કરાઈ હતી. પરંતુ કોઈ રિસ્પોન્સ મળ્યો નહોતો. જોકે, ત્યારબાદ સ્વિગીએ તે આઉટલેટને સસ્પેન્ડ કરી નાંખ્યું હતું.

  આ પણ વાંચોઃ-જન્મદિવસની પાર્ટીમાં થઈ મોટી બબાલ, ઢાબા ઉપર મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત

  આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  2018 ઓગસ્ટમાં બિરયાનીમાં મૃત માછલી મળી હતી. આ ફરિયાદ કરતા ગ્રાહકે વધારાનું ટોપિંગ માંગ્યું હોવાનો દાવો કરાયો હતો! 2018ના ડિસેમ્બરમાં ઝોમટોનો કર્મચારી ગ્રાહકના ઓર્ડર સાથે છેડછાડ કરતો વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયો મદુરાઈનો હતો. આ ઘટનાને કંપનીએ ગંભીર ગણાવી હતી અને કર્મચારીને છૂટો કરી દેવાયો હોવાનું પણ કંપનીએ કહ્યું હતું.

  બીજી તરફ ડિલિવરી બોય સાથે ગેરવર્તન થયું હોવાની પણ ઘટના સામે આવી છે. જ્યાં ખાનગી કંપનીના HRએ ડિલિવરી બોય સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું. 2019માં ચેન્નઈમાં વિચિત્ર બનાવ બન્યો હતો. જ્યાં ગ્રાહકને ફૂડ ડિલિવરી ક્યાંથી આવશે એ બાબતે અસમંજસ સર્જાઈ હતી. આ દરમિયાન ચેન્નઈમાં ઓર્ડર રાજસ્થાનથી આવતો હોવાનું એપ્લિકેશનમાં જોવા મળ્યું હતું.

  2020ના ઓક્ટોબર મહિનામાં ગૂગલને પણ સ્વિગી અને ઝોમેટો સાથે વાંધો પડ્યો હતો. આઈપીએલના પ્રમોશન સાથે સંકળાયેલી ઓફરને લઈ વિવાદ થયો હતો. બન્ને કંપનીઓ ઉપર આક્ષેપ ગૂગલે પ્લે સ્ટોરના નિયમનો ભંગ કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો.  જૂન 2020માં કોલકાતામાં ઝોમેટો ફૂડ ડિલીવરી પ્લેટફોર્મના કર્મચારીઓના સમૂહે લદ્દાખમાં ચીની આર્મી દ્વારા 20 ભારતીય જવાનોની હત્યાના વિરોધમાં તેમની ઓફિશિયલ ટી-શર્ટ ફાડી નાંખી હતી. કેટલાક કર્મચારીઓએ તેમનું કામ છોડી દીધું હતું, કારણ કે ઝોમેટોએ ચાઇનીઝ રોકાણકાર દ્વારા મોટું રોકાણ મેળવ્યું હતું અને લોકોને કંપની દ્વારા ફૂડ ઓર્ડર આપવાનું બંધ કરવાની અપીલ કરી હતી.
  Published by:News18 Gujarati
  First published:March 13, 2021, 17:21 IST

  ટૉપ ન્યૂઝ