કમલેશ તિવારી હત્યા : ડિલીવરી બૉયની ધરપકડ પર Zomatoએ કહ્યું- દોષિતોને કડક સજા મળે

News18 Gujarati
Updated: October 24, 2019, 2:03 PM IST
કમલેશ તિવારી હત્યા : ડિલીવરી બૉયની ધરપકડ પર Zomatoએ કહ્યું- દોષિતોને કડક સજા મળે
ધરપકડ કરવામાં આવેલા આરોપી.

સોશિયલ મીડિયા યૂઝર્સે હિન્દુ સમાજ પાર્ટીના નેતાની હત્યા મામલે ઝોમાટોના કર્મચારીની ભૂમિકા બાબતે અનેક સવાલ ઉઠાવ્યા હતા.

  • Share this:
નવી દિલ્હી : હિન્દુવાદી નેતા કમલેશ તિવારી (Kamlesh Tiwari) હત્યા (Murder) મામલે પોતાના ડિલીવરી બૉયની ધરપકડ બાદ ઑનલાઈન ફૂડ કંપની ઝોમાટો (Zomato)એ બુધવારે કહ્યુ છે કે કાયદો તોડનારા વ્યક્તિઓ માટે તેમની કંપનીમાં કોઈ જગ્યા નથી. દોષિત સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ગુજરાત એટીએસએ (Anti Terrorist Squad) રાજસ્થાન બોર્ડર પાસેથી કથિત હત્યારા અશફાક હુસૈન અને મોઇનુદ્દીન પઠાણની ધરપકડ કર્યા બાદ સોશિયલ મીડિયામાં લોકોએ ઝોમાટોને ખૂબ ટ્રોલ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર યૂઝર્સે ઉઠાવ્યા સવાલ

સોશિયલ મીડિયા યૂઝર્સે હિન્દુ સમાજ પાર્ટીના નેતાની હત્યા મામલે ઝોમાટોના કર્મચારીની ભૂમિકા બાબતે અનેક સવાલ ઉઠાવ્યા હતા. થોડા દિવસ પહેલા પણ ઝોમાટો ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેના એક ગ્રાહકો ડિલીવરી બોય પાસેથી ઓર્ડર સ્વીકાર્યો ન હતો. કારણ ફક્ત એટલું જ હતું કે ડિલીવરી બોય મુસ્લિમ હતો. આ અંગે ઝોમાટોએ ગ્રાહક પાસેથી ખાવાનું લેવાનો ઇન્કાર કરનાર ગ્રાહકને આકરો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો : કમલેશ તિવારી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ : ચાકુના 15 ઘા મારી, ગોળી ધરબી દીધી

છ ઓક્ટોબરના રોજ અંતિમ ડિલીવરી

ઝોમાટોના એક પ્રવક્તાએ જણાવ્યું કે, એક નિષ્પક્ષ એજન્સી તરફથી પઠાણનું આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ અને અન્ય રેકોર્ડ તપાસ્યા બાદ જ તેને સુરતમાં નોકરી પર રાખવામાં આવ્યો હતો. તેણે અંતિમ ફૂડ ડિલિવરી છઠ્ઠી ઓક્ટોબરના રોજ કરી હતી. જે બાદમાં તેણે પોતાની મરજીથી અમારા પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરી દીધું હતું.આ પણ વાંચો :  કમલેશ તિવારી હત્યા કેસ: આરોપી નેપાળ બૉર્ડરે પહોંચી આ કારણે ગુજરાત પરત ફર્યા હતા

દોષીને ઝડપથી સજા મળે

પ્રવક્તાએ કહ્યુ કે, ઝોમાટો કાયદાનું પાલન કરતી કંપની છે. અમે સંબંધિત અધિકારીને તપાસમાં પૂરો સહકાર આપી રહ્યા છીએ. કાયદો તોડનાર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અમારી બિલકુલ સહાનુભૂતિ નથી. અમે ઇચ્છીએ છીએ કે કાયદો તોડનારને ઝડપથી સજા મળે.

આ પણ વાંચો :  ફિદાયીન બની મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકાને લોકો કરી ટ્રોલ

ટ્વિટર યૂઝર્સે શું કહ્યું?

ટ્વિટર પર યૂઝર્સે જુલાઈની ઘટનાને કમલેશ તિવારી હત્યા મામલે ધરપકડ કરવામાં આવેલા પઠાણ સાથે જોડી હતી. એક યૂઝરે લખ્યું કે હત્યાનું કારણ ધાર્મિક નફરત હતી. થોડા દિવસ પહેલા તમે એક ઑર્ડર રદ કર્યો હતો કારણ કે ખાવાનું મંગાવનાર ગ્રાહક કોઈ હિન્દુ ડિલીવરી કરે તેવું ઈચ્છી રહ્યો હતો. શું તમે એવું કહી શકશો કે તમારા ગ્રાહક સુરક્ષિત છે? એક અન્ય યૂઝરે આ ધરપકડ મામલે કહ્યુ કે, શું આ જ કારણ છે કે લોકો ઝોમાટો, સ્વિગી વગેરે પર ભરોસો નથી કરી શકતા?
First published: October 24, 2019, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading