Zomato ડિલિવરી બોયનું કારસ્તાન, યુવતીને મુક્કો મારી નાકે કર્યું ફ્રેક્ચર, યુવતીએ videoમાં વ્યક્ત કરી આખી ઘટના

video પરથી તસવીર

ફૂડ ડિલિવરીમાં મોડું થવાના કારણે મહિલાએ પોતાનો ઓર્ડર કેન્શલ કરાવ્યો હતો. જ્યારે મહિલાએ ઓર્ડર લેવાની ના પાડી દીધી તો ડિલિવરી બોયે ગુસ્સાથી મહિલાના ચહેરા ઉપર એક પંચ માર્યો હતો.

  • Share this:
    બેંગલુરુઃ આજકાલ લોકો પોતાની વ્યસ્તતાના કારણે ખાવાનું પણ ઓનલાઈ ફૂડ ડિલિવરી એપથી (Online food delivery app) મંગાવતા હોય છે. આવી જ એક કામકાજી મહિલાને પોતાના ઘરે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો (Zomato) ઉપરથી ખાવાનું ઓર્ડર કર્યું પરંતુ ત્યારબાદ જે થયું તેનાથી બધા દંગ રહી ગયા હતા. ફૂડ ડિલિવરીમાં મોડું થવાના કારણે મહિલાએ પોતાનો ઓર્ડર કેન્શલ કરાવ્યો હતો. અને થોડા સમય પછી ડિલિવરી બોય ખાવાનું લઈને ઘરે પહોંચ્યો હતો. જ્યારે મહિલાએ ઓર્ડર લેવાની ના પાડી દીધી તો ડિલિવરી બોયે (zomato Delivery Boy) ગુસ્સાથી મહિલાના ચહેરા ઉપર એક પંચ માર્યો હતો. જેનાથી મહિલાના નાકથી (delivery boy attack on girl) લોહી વહેવા લાગ્યું હતું.

    પીડિય મહિલાએ વીડિયો બનાવીને આખી ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ આ ખૂબ જ વાયરલ થયો હતો. ઘાયલ મીહિલાએ આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે, ઝોમેટો થકી ખાવાનું ઓર્ડર કર્યું હતું.

    ઓર્ડરમાં મોડું થવાના કારણે મહિલાએ કંપનીના કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. સમયસર ડિલિવરી ન આપવાના કારણે ઓર્ડર કેન્શલ કર્યો હતો. જે સમયે તે કસ્ટમર કેસ સાથે વાત કરી રહી હતી એ સમયે ડિલિવરી બોય તેના ઘરે ઓર્ડર લઈને પહોંચ્યો હતો.

    આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

    આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    મહિલાએ વીડિયોમાં જણાવ્યું કે તેણે અડધો દરવાજો ખોલ્યો અને ઓર્ડર લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી ડિલિવરી બોય ગુસ્સામાં આવી ગયો હતો. તે મહિલા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. પછી ઘરની અંદર ઘૂસીને ખાવાનું રાખ્યું હતું. મહિલાને જ્યારે ઘરમાં ઘૂસવાનો વિરોધ કર્યો તો ડિલિવરી બોયે ગુસ્સામાં કહ્યું કે તે એનો નોકર છે. અને એક મુક્કો મારી દીધો હતો.

    આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'

    આ પણ વાંચોઃ-ગોંડલઃ કોરોના વેક્સીન વાને દંપતીને કર્યું ખંડીત, અકસ્માતમાં પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ

    ત્યારબાદ ડિલિવરી બોય ત્યાંથી ફરાર થયો હતો. અને કોઈએ પણ મહિલાની મદદ ન કરી. આ ઘટનાથી હું ડરી ગઈ. ત્યારબાદ હું હોસ્પિટલ ગઈ જ્યાં મારી સારવાર થઈ. મારી વર્તમાન સ્થિત વાત કરવા લાયક નથી. વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે બેંગલુરુ પોલીસે તેમની મદદ કરી અને આરોપીને ઝડપથી પકડવા માટે આશ્વાસન આપ્યું હતું. મહિલાએ જણાવ્યું કે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએસર છે.

    અહીં જુઓ યુવતીનો આ વીડિયો




    મહિલાના આરોપ ઉપર ઝોમેટોએ પણ સફાઈ આપી હતી. કંપનીએ કહ્યું કે આ ઘટના માટે કંપની માંફી માંગે છે. કંપની સ્થાનિક અધિકારી તેમનો સંપર્ક કરે. જે પણ મદદ પોલીસ તપાસમાં જોઈએ અને મેડિકલ માટે જે પણ મદદ જોઈશે તે ઉપલબ્ધ કરાવશે. એટલું જ નહીં કંપનીએ તેમને આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ફરીથી નહીં થાય જેણે પણ આ કર્યું છે તેના વિરુદ્ધમાં કંપની કડક કાર્યવાહી પણ કરશે.
    Published by:ankit patel
    First published: