ઓર્ડર કેન્શલ કરતાં યુવતીને મુક્કો મારી નાક તોડી નાખનાર Zomato ડિલિવરી બોય ઝડપાયો, જણાવી અલગ કહાની

ઓર્ડર કેન્શલ કરતાં યુવતીને મુક્કો મારી નાક તોડી નાખનાર Zomato ડિલિવરી બોય ઝડપાયો, જણાવી અલગ કહાની
પકડાયેલો ડિલિવરી બોય અને પીડિત યુવતીની તસવીર

બીજી તરફ પકડાયેલા ડીલીવરી બોયે અલગ કહાની જણાવી હતી. ડિલિવરી બોય પ્રમાણે જ્યારેઓર્ડર આપ્યો ત્યારે હિતેશા રિફંડ માંગવા લાગી હતી અને રિફન્ડ માટે ઈન્કાર કરતા અપશબ્દો બોલવા લાગી હતી

 • Share this:
  બેંગલુરુઃ બેંગલુરુમાં (Bangluru) એક કન્ટેન્ટ ક્રિએટર ઉપર હુમલાના આરોપમાં ફૂડ ડિલિવરી કંપની zomatoના ડિલિવરી બોયને (Zomato delivery boy arrested) પોલીસે પકડી પાડ્યો છે. હિતેશા ચંદ્રાનીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ (social media post) કરીને આરોપ લગાવ્યો હતો. કે ડિલિવરી મોડી થવાના કારણે તેની ડિલિવરી બોય સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાને તેના ઉપર હુમલો કર્યો હતો અને તેના ચહેરા ઉપર પંચ માર્યો હતો.

  બેંગલુરુ પોલીસના જણાવ્યા પ્રમાણે બેંગ્લુરુના ઈલેક્ટ્રોનિક્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે ડિલિવરી એક્ઝીક્યુટીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડિલિવરી બોય સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. પીડિત મહિલાએ વીડિયો બનાવીને આખી ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ આ ખૂબ જ વાયરલ થયો હતો. ઘાયલ મીહિલાએ આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે, ઝોમેટો થકી ખાવાનું ઓર્ડર કર્યું હતું.  શું હતી આખી ઘટના?
  પીડિતા હિતેશા ચંદ્રાનીએ જણાવ્યું કે મંગળવારે બપોરે 3.20 વાગ્યે ઝોમેટો એપ ઉપર એક ઓર્ડર કર્યો હતો. એક કલાક પછી પણ જ્યારે ઓર્ડર ન આવ્યો ત્યારે ઓર્ડર કેન્શલ કરવા અને રિફંડ માટે કોલ કર્યો હતો. ત્યારે તે કસ્ટમર કેર સાથે વાત કરી રહી હતી ત્યાં જ ડિલિવરી બોય આવ્યો હતો. તેણે ઓર્ડર લઈ લીધો જ્યારે રાહ જોવાનું કહ્યું તો ડિલિવરી બોય તેની સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો.

  આ પણ વાંચોઃ-Zomato ડિલિવરી બોયનું કારસ્તાન, યુવતીને મુક્કો મારી નાકે કર્યું ફ્રેક્ચર, યુવતીએ videoમાં વ્યક્ત કરી આખી ઘટના

  આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  પીડિતાએ જણાવ્યું કે મારી ઉપર ચિલ્લાવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, શું હું ગુલામ છું? તમે મને રાહ જોવા માટે કહી રહ્યા છો. ત્યારે મેં દરવાજો બંધ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેણે દરવાજાને ધક્કો મારીને મારા ઘરમાં ઘૂસીને મારો ઓર્ડર લીધો અને મારા ચહેરા ઉપર મુક્કો મારીને ભાગી ગયો હતો. બીજી તરફ પકડાયેલા ડીલીવરી બોયે અલગ કહાની જણાવી હતી. ડિલિવરી બોય પ્રમાણે જ્યારેઓર્ડર આપ્યો ત્યારે હિતેશા રિફંડ માંગવા લાગી હતી અને રિફન્ડ માટે ઈન્કાર કરતા અપશબ્દો બોલવા લાગી હતી અને સેન્ડરથી મારવાની કોશિશ કરી હતી. આત્મરક્ષા માટે મેં ધક્કો માર્યો હતો એટલે તેને ઈજા પહોંચી હતી.

  આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

  આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'

  આ વચ્ચે કંપનીના જણાવ્યા પ્રમાણે ડિલિવરી બોયને હટાવવામાં આવ્યો છે. આ ઘટના અંગે ઊંડો અફસોસ વ્યક્ત કરે છે. અને હિતેશાની માંફી પણ માંગે છે. અમે તેમના સંપર્કમાં છીએ જરૂરી ચિકિત્સા દેખભાળ અને તપાસમાં પોતાનો સંપૂર્ણ સમર્થન પ્રદાન કરી રહ્યા છીએ.

  વીડિયોમાં યુવતીએ શું જણાવ્યું?
  મહિલાએ વીડિયોમાં જણાવ્યું કે તેણે અડધો દરવાજો ખોલ્યો અને ઓર્ડર લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી ડિલિવરી બોય ગુસ્સામાં આવી ગયો હતો. તે મહિલા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. પછી ઘરની અંદર ઘૂસીને ખાવાનું રાખ્યું હતું. મહિલાને જ્યારે ઘરમાં ઘૂસવાનો વિરોધ કર્યો તો ડિલિવરી બોયે ગુસ્સામાં કહ્યું કે તે એનો નોકર છે. અને એક મુક્કો મારી દીધો હતો.  ત્યારબાદ ડિલિવરી બોય ત્યાંથી ફરાર થયો હતો. અને કોઈએ પણ મહિલાની મદદ ન કરી. આ ઘટનાથી હું ડરી ગઈ. ત્યારબાદ હું હોસ્પિટલ ગઈ જ્યાં મારી સારવાર થઈ. મારી વર્તમાન સ્થિત વાત કરવા લાયક નથી.
  Published by:ankit patel
  First published:March 11, 2021, 17:57 pm

  ટૉપ ન્યૂઝ