વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ડૉ. ઝાકીર નાઇકની મુશ્કેલી વધતી જઈ રહી છે. મલેશિયાએ ઝાકીર નાઈકના ધાર્મિક ઉપદેશ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મલેશિયા પોલીસનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ ઝાકીર નાઈકના ઉપદેશ આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્થાનિક અખબારોના રિપોર્ટ મુજબ સમગ્ર મલેશિયામાં પોલીસને આ સંબંધમાં સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. રોયલ મલેશિયા પોલીસના હેડ ઓફ કોર્પોરેટ કોમ્યુનિકેશન દાતુક અસમાવતી અહમદે પણ તેની પુષ્ટિ કરી છે.
ઝાકીર નાઇક મલેશિયામાં મુશ્કેલીઓ વધ્યા બાદ કાયદાકિય દાવપેચની આડ લઈ રહ્યા છે. નોંધનીય છે કે, મલેશિયાના વડાપ્રધાન મહાતિર મુહમ્મદ ત્રણ દિવસ પહેલા એવું નિવેદન આપી ચૂક્યા છે કે જો એવું પુરવાર થયું કે નાઇકની પ્રવૃત્તિઓ મલેશિયા માટે નુકસાનકારક છે તો તેમનો સ્થાયી નિવાસીનો દરજ્જો પરત લેવામાં આવી શકે છે.
Malaysian Media: Zakir Naik banned from giving speeches in Malaysia. (file pic) pic.twitter.com/JxDQRyeZ5p
મલેશિયા પોલીસ નાઇકના મલેશિયાના લઘુમતીઓની વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનની તપાસ કરી રહી છે. નાઇક પર આરોપ છે કે તેઓએ 3 ઓગસ્ટે મલેશિયાના હિન્દુઓ અને મલેશિયાન ચીનીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઝાકીર કહ્યું હતું કે મલેશિયામાં વસતા હિન્દુઓને ભારતના મુસલમાનોની તુલનામાં 100 ટકા વધુ અધિકાર મળે છે. તેઓએ કહ્યું હતું કે તેઓ મલેશિયન સરકાર પર વધુ ભારત સરકારમાં વિશ્વાસ મૂકે છે.