J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, મૂસા બાદ આતંકી સંગઠન સંભાળનારો હામિદ લલ્હારી ઠાર

News18 Gujarati
Updated: October 23, 2019, 5:03 PM IST
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, મૂસા બાદ આતંકી સંગઠન સંભાળનારો હામિદ લલ્હારી ઠાર
સુરક્ષા દળોએ અંસાર ગજાવત ઉલ હિન્દુના કમાન્ડર હામિદ લલ્હારીને ઠાર માર્યો છે

સુરક્ષા દળોએ અંસાર ગજાવત ઉલ હિન્દુના કમાન્ડર હામિદ લલ્હારીને ઠાર માર્યો છે

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાને લઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કાર્યવાહીમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. આવંતીપોરાના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ અંસાર ગજાવત ઉલ હિન્દુના કમાન્ડર હામિદ લલ્હારીને ઠાર માર્યો છે.

કાશ્મીર ઝોન પોલીસે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જે ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યો છે તેમના નામ નવીદ તાક, હમીદ લોન ઉર્ફે હામિલ લલ્હારી અને જુર્નેદ ભટ છે. લલ્હારીને મૂસાના મોત બાદથી કમાન્ડર બનાવવામાં આવ્યો હતો.

અલ-કાયદાના કાશ્મીર એકમ ગજવત ઉલ હિન્દના કથિત પ્રમુખ જાકિર મૂસાને આ વર્ષે મે મહિનામાં સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. મૂસા દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. મૂસાને પુલવામાના એ વિસ્તારમાં મારવામાં આવ્યો હતો, જ્યાં વર્ષ 2016માં સેનાએ હિજબુલ કમાન્ડર બુરહાની વાનીને ઠાર માર્યો હતો.

અહેવાલો મુજબ, આતંકવાદીઓની હાજરીની ઇન્ટેલિજન્સ માહિતીના આધારે સેના, સીઆરપીએફ અને પોલીસના વિશેષ અભિયાન સમૂહે સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોના જવાનોએ વિસ્તારની ઘેરાબંધી કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ઓટોમેટિક હથિયારોથી તેમની પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું. એન્કાઉન્ટર સ્થળથી હથિયાર એન વિસ્ફોટક પણ જપ્ત કરવામાં આવ્યા છે.




મૂસાના ગેંગનો સફાયો

નોંધનીય છે કે, મૂસાની શરૂઆતના 10 આતંકવાદીઓની ટીમમાં હામિદ પણ સામેલ હતો. મળતી માહિતી મુજબ, આ સંગઠનના તમામ લોકો માર્યા ગયા છે. એક પ્રકારે આ સંગઠનનો સફાયો થયો હોવાનું મનાય છે. હમીદ લલ્હારી દક્ષિણ કાશ્મીરના એક ગામનો રહેવાસી હતો. 2017માં એક એન્કાઉન્ટરમાં બુરહાન વાનીના મોત બાદ હામિદ આતંકની દુનિયામાં સામેલ થયો હતો.

કાશ્મીર ઘાટીમાં આતંક ફેલાવવા માંગતો હતો હામિદ

મૂસાના મોત બાદ હામિદ કાશ્મીર ઘાટીમાં આતંક ફેલાવવાના પ્રયાસમાં હતો અને સ્થાનિક યુવાઓને બ્રેન વોશ કરી તેમના હાથોમાં હથિયાર પકડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તેને તેમાં સફળતા નહોતી મળી.

આ પણ વાંચો,

પાકિસ્તાનની પોલ ફરી ખુલ્લી પડી, PoKમાં ઇમરાન સરકારની વિરુદ્ધમાં રસ્તા ઉપર ઉતર્યા લોકો
ભારત વિરુદ્ધ મોટું કાવતરું રચી રહ્યું છે પાકિસ્તાન! LoC તરફ મોકલી ટેન્કો, કમાન્ડો તહેનાત કર્યા : સૂત્ર
First published: October 23, 2019, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading