650 ફુટની ઊંચાઈ પર વીડિયો બનાવી રહ્યો હતો સેલિબ્રિટી Youtuber, પગ લપસતાં સીધો પડ્યો મોતની ખીણમાં

(તસવીર સૌજન્ય- Instagram/@albertdyrlund)

પહાડ પર વિડીયો શૂટ કરતી વખતે ખ્યાતનામ YouTuber આલ્બર્ટ ડાયરલૅન્ડનો પગ લપસતા સેંકડો મીટર ઊંડી ખીણમાં પટકાયો, મોત

  • Share this:
સોશિયલ મીડિયા (Social Media) પર બધાથી અલગ દેખાવાની ધૂન ક્યારેક જીવલેણ સાબિત થઇ જાય છે. આવી જ એક ઘટના પ્રખ્યાત YouTuber આલ્બર્ટ ડાયરલૅન્ડ (Albert Dyrlund) સાથે બની છે. પર્વત પર પોતાની ચેનલ માટે વિડીયો શૂટ કરતી વખતે થયેલો અકસ્માત તેના માટે જીવલેણ સાબિત થયો છે.

ડેનમાર્ક (Denmark)નો 22 વર્ષીય આલ્બર્ટ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે. તે યુટ્યુબર (Youtuber Albert Dyrlund) તરીકે ઘણા દેશોમાં ખ્યાતનામ છે. થોડા સમય પહેલા તે ઇટાલિયન આલ્પ્સ (Italian Alps)માં તેની ચેનલ માટે વિડીયો બનાવવા ગયો હતો. ઇટલીના ન્યુઝ આઉટલેટ રાઈ ન્યુઝના મત મુજબ વાલ ગાર્ડેબ ખાતે માઉન્ટ સેસેડા પર આલ્બર્ટ મોબાઈલમાં વિડીયો શૂટ કરી રહ્યો હતો, તે સમયે તે 600 ફૂટની ખાઈમાં પડી ગયો હતો. તેને બચાવવા રેસ્ક્યુ હેલિકોપ્ટર મોકલાયું હતું, પણ તેને બચાવી શકાયો નથી. અલગ અલગ સ્થાનિક માધ્યમોમાં તેના મૃત્યુની પુષ્ટિ કરતા તેમની માતા વાઇબ જોર્ગર જેનસેને શોકના સમયગાળા દરમિયાન પ્રાઇવસી આપવા કહ્યું છે. તેની ગર્લફ્રેન્ડ મારિયા એન્ડરસને કહ્યું કે, તેને ગુરુવારે તેના મૃત્યુ વિશે જાણ થઇ હતી.

તેની ગર્લફ્રેન્ડ મારિયા એન્ડરસને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, અમે સાથે ઘણા પ્લાન કર્યા હતા. આ સુંદર ભવિષ્યની શરૂઆત હતી. મને આશા છે કે, હું જ્યારે દરરોજ રાત્રે મારી આંખો બંધ કરું ત્યારે તે મારી વાત સાંભળે અને હું તેને પ્રેમ કરું છું અને હું હંમેશા તેની સાથે રહીશ.

આ પણ વાંચો, Telegram યૂઝર્સ માટે ખુશખબરી, હવે Group Video Callમાં જોડી શકાશે 1000 લોકો!

આલ્બર્ટના ઇન્સ્ટાગ્રામ પર 224,000થી વધુ ફોલોઅર્સ છે. જ્યારે યુટ્યુબમાં 170,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેના ઘણા વિડીયોને એક મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યા છે. તેના વિડીયોમાં મ્યુઝિક વિડીયો અને સ્કેચ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, આવો જ બનાવ ચીનની 23 વર્ષીય મીડિયા ઈનફ્લુએન્સર ઝીઆઓ ક્યુમેઈ સાથે થયો હતો. તે સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવતી હતી, ત્યારે 160 ફૂટની ક્રેન પરથી નીચે પટકાઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના વિડીયો સમયે તેને કેમેરા સામે વાત કરતી અને નાચતા જોઇ શકાઈ હતી. તે TikTokના ચાઇનીઝ વર્ઝન Duoyin પર ખ્યાતનામ હતી. જેમાં તે પોતાના રોજિંદા અને પ્રોફેશનલ જીવન અંગેના વિડીયો શેર કરતી હતી.

આ પણ વાંચો, Navy Recruitment 2021: નેવીમાં ધોરણ-10 પાસ માટે વેકન્સી, 2થી 6 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

ક્યુમેઇના મૃત્યુની પુષ્ટિ કરતી વખતે તેના પરિવારે કહ્યું હતું કે, તે ખોટું પગલું ભરી લેવાના કારણે પડી હતી. જો કે, તે ઘટના સમયે વિડીયો રેકોર્ડ કરી રહી હોવાની વાતનો તેમણે ઇનકાર કર્યો હતો. તેઓએ કહ્યું કે ક્યુમેઇએ ક્રેન ઓપરેટર તરીકે કામ કરતી હતી. તે કામને સંપૂર્ણ રીતે વરેલી હતી અને કામના કલાકો દરમિયાન તેનો ફોન તેની બેગમાં રાખતી હતી.
First published: