Home /News /national-international /

IT Rules: સોશિયલ મીડિયા કન્ટેન્ટ મામલે સરકાર સતર્ક, 73 Twitter હેન્ડલ, 4 YouTube ચેનલ બ્લોક કરી

IT Rules: સોશિયલ મીડિયા કન્ટેન્ટ મામલે સરકાર સતર્ક, 73 Twitter હેન્ડલ, 4 YouTube ચેનલ બ્લોક કરી

સરકારે બ્લોક કરી 4 યુટ્યુબ ચેનલ્સ (File Photo)

YouTube Channels Blocked: આઈટી મંત્રાલયે (IT Ministry) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટ્વિટર (Twitter) અને યુટ્યુબ (YouTube)ના કેટલાક અકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે. કહેવાય છે કે જુનિયર મંત્રી રાજીવ ચંદ્રશેખર તરફથી ફરિયાદ નોંધાયા બાદ સરકારે આ પગલું ભર્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. આઈટી મંત્રાલયે (IT Ministry) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટ્વિટર (Twitter) અને યુટ્યુબ (YouTube)ના કેટલાક અકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે. અહેવાલ છે કે આ ચેનલ/હેન્ડલ પર નકલી કેબિનેટ મીટીંગથી જોડાયેલ ભડકાઉ કન્ટેન્ટ પબ્લિશ કરવાનો આરોપ છે. કહેવાય છે કે જુનિયર મંત્રી રાજીવ ચંદ્રશેખર તરફથી ફરિયાદ નોંધાયા બાદ સરકારે આ પગલું ભર્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ સરકારે મોટી સંખ્યામાં યુટ્યુબ ચેનલો બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, મંત્રાલયે 73 ટ્વિટર હેન્ડલ, 4 યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર એક ગેમ સામે કાર્યવાહી કરી છે. સૂત્રો મુજબ આ હેન્ડલ્સ પાકિસ્તાન (Pakistan)થી જોડાયેલા છે. આ મામલે મંત્રી ચંદ્રશેખરે ફરિયાદ નોંધાવી હતી. ભડકાઉ વિડીયો વિશે પહેલી વખત જાણકારી ચંદ્રશેખરના ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી હતી, જ્યાં એક યુઝરે ‘પીએમને રજૂ કરતા એક હિંસક વિડીયો સામે કાર્યવાહી’ કરવાની અપીલ કરી હતી.

    ચંદ્રશેખરે કહ્યું કે ‘ફેક અને હિંસક’ વિડીયો પબ્લિક ડોમેઇનમાં 2020થી છે. યુઝરની અપીલ પર પ્રતિક્રિયા આપતાં મંત્રીએ કહ્યું કે આના પર કામ શરુ કરવામાં આવશે. ટાસ્ક ફોર્સ ઓન સેફ એન્ડ ટ્રસ્ટેડ ઇન્ટરનેટે આ બાબતે પગલું લઈ લીધું છે. ચંદ્રશેખરે કહ્યું કે, ‘ટ્વિટર, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફેક/ભડકાઉ કન્ટેન્ટ શેર કરતા હેન્ડલ્સને બ્લોક કરવામાં આવ્યા છે. કાયદા મુજબ, કાર્યવાહી માટે અકાઉન્ટના ઓનરની ઓળખ કરી લેવામાં આવી છે.’

    આ પણ વાંચો: PM Security Breach Case: PMના સુરક્ષા કેસની તપાસ કરશે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતા વાળી કમિટી

    3 સપ્તાહ પહેલા પણ કાર્યવાહી થઈ હતી

    21 ડિસેમ્બર 2021ના અહેવાલ મુજબ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે તેણે ગુપ્તચર એજન્સીઓ સાથેના પ્રયાસમાં 20 YouTube ચેનલ અને બે વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે તેઓ ભારત વિરોધી પ્રચાર અને નકલી સમાચાર ફેલાવી રહ્યા છે. મંત્રાલયે સોમવારે બે આદેશો જારી કર્યા, જેમાંથી એક યુટ્યુબને 20 ચેનલોને બ્લોક કરવાનો અને બીજો બે ન્યૂઝ વેબસાઇટ્સને બ્લોક કરવાનો હતો.

    આ પણ વાંચો: અહો આશ્ચર્યમ! વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ 10000 મધમાખીઓ, 7 પોલિસકર્મીને માર્યો ડંખ; જાણો મામલો શું છે?

    સૂચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, ‘ચેનલ અને વેબસાઇટ પાકિસ્તાનથી સંચાલિત એક દુષ્પ્રચાર નેટવર્કથી સંબંધિત છે અને તે ભારત સંબંધિત વિવિધ સંવેદનશીલ વિષયો અંગે ફેક ન્યુઝ ફેલાવી રહી છે. આ ચેનલનો ઉપયોગ કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં લઘુમતી સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે જેવા વિષયો પર અયોગ્ય કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે થતો હતો.’
    Published by:Nirali Dave
    First published:

    Tags: IT Rules, Social media, Youtube, ભારત

    આગામી સમાચાર