Home /News /national-international /

Agnipath Yojna : ઉપદ્રવ મચાવનાર યુવાનોને અગ્નિપથમાં નહીં મળે એન્ટ્રી, રક્ષા મંત્રાલયે કહ્યું - આપવું પડશે એફિડેવિટ

Agnipath Yojna : ઉપદ્રવ મચાવનાર યુવાનોને અગ્નિપથમાં નહીં મળે એન્ટ્રી, રક્ષા મંત્રાલયે કહ્યું - આપવું પડશે એફિડેવિટ

અગ્નિપથ યોજના

Agnipath Yojna : લેફ્ટનન્ટ જનરલ અરુણ પુરી (Arun Puri) એ કહ્યું કે, જો કોઈ ઉમેદવાર સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે તો તે સેનામાં જોડાઈ શકશે નહીં, અનુશાસન એ ભારતીય સેના (Indian Army) નો પાયો છે. અહીં આગચંપી કે વિરોધ માટે કોઈ સ્થાન નથી

વધુ જુઓ ...
    Agnipath Yojna : કેન્દ્ર સરકાર (Central Goverment) ની અગ્નિપથ યોજના (Agnipath Yojna) હેઠળ સેનામાં જોડાનારા ઉમેદવારોએ શપથ લેવા પડશે કે તેઓ કોઈપણ પ્રકારની આગચંપી કે વિરોધનો ભાગ બન્યા નથી. ANIના સમાચાર અનુસાર, સંરક્ષણ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ અનિલ પાંડે (Anil Pandey) એ કહ્યું કે, અનુશાસન એ ભારતીય સેના (Indian Army) નો પાયો છે. અહીં આગચંપી કે વિરોધ માટે કોઈ સ્થાન નથી. દરેક વ્યક્તિએ એક પ્રમાણપત્ર આપવું પડશે કે તેઓએ કોઈપણ પ્રકારના વિરોધ અથવા તોડફોડમાં ભાગ લીધો નથી. આ માટે તેઓએ પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે.

    લેફ્ટનન્ટ જનરલ અરુણ પુરીએ કહ્યું કે, જો કોઈ ઉમેદવાર સામે એફઆઈઆર નોંધવામાં આવશે તો તે સેનામાં જોડાઈ શકશે નહીં. ઉમેદવારોને લેખિતમાં જણાવવા માટે કહેવામાં આવશે કે તેઓએ આર્મીમાં ફોર્મ ભરતી વખતે આગચંપી કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો નથી. તેમનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવશે.

    ડિસેમ્બર સુધીમાં 25 હજાર અગ્નિવીરોની નવી બેચ

    અગ્નિપથ યોજના અંગે લેફ્ટનન્ટ જનરલ બંસી પોનપ્પાએ કહ્યું કે, અમને આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં 25 હજાર અગ્નિવીરોની પ્રથમ બેચ મળશે. આ પછી, બીજી બેચ ફેબ્રુઆરી 2023 સુધીમાં શરૂ કરવામાં આવશે. આ બેચમાં લગભગ 40 હજાર અગ્નિવીરોને તાલીમ આપવામાં આવશે.

    આ પણ વાંચોAgnipath Scheme : નારાજ યુવાનોને સરકારે આપી મોટી રાહત, 'અગ્નિવીર' માટે કરયા 3 મોટા ફેરફારો

    અગ્નિપથ યોજનાથી નૌકાદળમાં મહિલાઓની ભરતી કરવામાં આવશે

    અહીં વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, હાલમાં ભારતીય નૌકાદળમાં વિવિધ જહાજો પર 30 મહિલા અધિકારીઓ તૈનાત છે. અમે નક્કી કર્યું છે કે, અગ્નિપથ યોજના હેઠળ અમે તેમાં મહિલાઓની પણ ભરતી કરીશું. તેઓ તેમને યુદ્ધ જહાજો પર પણ તૈનાત કરશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Agnipath, Agniveer scheme

    આગામી સમાચાર