બ્લૂ વ્હેલ ગેમ ટાસ્ક પૂરો કરવા લગાવી દીધી ફાંસી, લખ્યું- બ્લેક પેન્થર હવે આઝાદ છે

News18 Gujarati
Updated: July 20, 2019, 7:59 AM IST
બ્લૂ વ્હેલ ગેમ ટાસ્ક પૂરો કરવા લગાવી દીધી ફાંસી, લખ્યું- બ્લેક પેન્થર હવે આઝાદ છે
પ્રતીકાત્મક તસવીર

આત્મહત્યા પહેલા યુવકે લખ્યું કે, 'પાંજરામાં કેદ બ્લેક પેન્થર હવે આઝાદ છે અને હવે તે દરેક બંધનથી મુક્ત છે'

  • Share this:
મહારાષ્ટ્ર સ્થિત પુણેમાં 20 વર્ષીય એક યુવકે બ્લૂ વ્હેલ ગેમનો ટાસ્ક પૂરો કરવા દરમિયાન ફાંસી લગાવી દીધી. પોલીસે જણાવ્યું કે યુવકની ઓળખ શહેરના લોનીખંડ વિસ્તારના કોમર્સનો અભ્યાસ કરી રહેલા સ્ટુડન્ટ દિવાકર માલી તરીકે થઈ છે.

અધિકારીએ જણાવ્યું કે, બુધવાર સાંજે ફાંસી લગાવતાં પહેલા તેણે એક પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે, 'પાંજરામાં કેદ બ્લેક પેન્થર હવે આઝાદ છે અને હવે તે દરેક બંધનથી મુક્ત છે. અંત.'

અધિકારીઓ મુજબ, આ પત્ર સંભવત: તેના ઓનલાઇન રમતથી સંબંધિત હતો જેમાં માલી પોતાને બ્લેક પેન્થર કહી રહ્યો હતો. માલીની માતાએ પણ તેના ફોનની લત વિશે જણાવ્યું અને બાકી વડિલોને પોતાના બાળકોના ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરી.

આ પણ વાંચો, કરોડોની સંપત્તિનો માલિક બન્યો વાંદરો, લગ્નમાં મળશે આલિશાન મહેલ

શું છે બ્લૂ વ્હેલ ગેમ?

બ્લૂ વ્હેલ ચેલેન્જ એક ઓનલાઇન ગેમ છે જેમાં ખેલાડીઓને એક નિર્ધારિત સમય સીમામાં કાર્ય પૂરું કરવા માટે કહેવામાં આવે છે, જેમાંથી અનેકમાં આત્મહત્યા પણ સામેલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝે ગેમિંગ ડિસઓર્ડરને ગેમિંગ વ્યવહાર (ડિજિટલ-ગેમિંગ કે વીડિયો-ગેમિંગ)ના એક પેટર્નના રૂપમાં કહ્યું કે, જે બગડેલું નિયંત્રણ અને અન્ય ગતિવિધિઓ પર ગેમ રમવાની પ્રાથમિકતાને દર્શાવે છે.નાગપુરમાં પણ નોંધાયો હતો મામલો

આ પહેલા નાગપુરમાં એક 17 વર્ષીય સ્ટુડન્ટે કથિત રીતે બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમના કારણે મોત વહોરી લીધું હતું.

માનસીના માતા પિતા નાગપુરના નરેન્દ્રનગરના રહેવાસી છે અને વાયુસેનામાં સેવાનિવૃત્ત થયા બાદ અશોક જોનવાલ એક કંપની ચલાવે છે. કોઈને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે શહેરના એક જાણીતી સ્કૂલમાં ભણનારી તેમની 17 વર્ષની દીકરીએ પોતાના બેડરૂમમાં પહેલા પોતાના હાથે કાપો મૂક્યો અને બાદમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી. આ વાત જ્યારે ઘરવાળાઓને ખબર પડી ત્યારે માનસીની હથેળી પર 'કટ હેર ટૂ એક્ઝિટ' એવું લખેલું હતું.

આ પણ વાંચો, રેલવેની નવી નીતિ લાગુ, વેપારી બિલ નહીં આપે તો ખાવાનું મફતમાં મળશે
First published: July 20, 2019
વધુ વાંચો
अगली ख़बर