ભારતીય રેલવેમાં નોકરી કરવા ઇચ્છતા યુવાનો માટે આવ્યા છે માઠા સમાચાર. કારણકે હવે રેલવેએ ખાલી પડેલી જગ્યાઓ પર નિવૃત્ત કર્મચારીઓની ફરીથી નિમણુંક કરવાનો નિર્ણય લીધો છે. એટલે હવે બેરોજગાર યુવાનોને કેવી રીતે નોકરી મળશે તે એક મોટો સવાલ છે.
ભારતીય રેલવે, આમ તો સૌથી વધુ રોજગાર આપતું સરકારી વિભાગ છે, પરંતુ હવે યુવાનો માટે ભારતીય રેલવેમાં નોકરી કરવા માટેને બારણા થઇ ગયા છે બંધ. ભારતીય રેલવેમાં લાખો પદો હાલ ખાલી પડ્યા છે. પરંતુ હવે આ પદ પર નવયુવાનો નહી, પરંતુ રિટાયર્ડ થયેલા કર્મચારીઓને ફરીથી નિમવામાં આવશે. સરક્યુલર બાદ રેલવે વિભાગમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ કેટેગરીમાં ભરતી પણ શરૂ થઇ ગઇ. એટલે નિવૃત કર્મચારીઓને પોતાનું પેન્શન તો મળશે જ. સાથે સાથે પગાર પણ મળશે.
ભારતમાં કરોડો યુવાનો શિક્ષિત બેરોજગાર છે, અને દિવસેને દિવસે તેમાં વધારો થઇ રહ્યો છે. પરંતુ રેલવે તંત્રએ એક સહેજ પણ વિચાર કર્યા વગર આ નિર્ણય લઇ લીધો.
નિવૃત કર્મચારીઓની ભરતી કરી સરકાર અનુભવનું બહાનું આગળ કરી રહ્યા છે. સવાલ ઉભો થાય છે કે, યુવાનોની ભરતી કેમ નહીં ?
સવાલ-૧ યુવાનોને તક નહીં મળે તો દેશના ભવિષ્યનું શું ?
સવાલ-૨ શું રેલવે વિભાગ દેશના બેરોજગારોને લઇને ચિંતિત નથી ?
સવાલ-૩ નિવૃત્ત કર્મચારીઓ ફરી નોકરી કરશે તો નવી ભરતી કેટલા વર્ષમાં થશે ?
આ તમામ ગંભીર સવાલો પર રેલવે તંત્ર મૌન છે. ત્યારે તંત્રનું મૌન બેરોજગાર યુવાનોના આક્રોશમાં પરિણમે તો નવાઇ નહી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર