ભાઈના લગ્નની કંકોત્રી આપવા જતા યુવકની JCBથી કચડીને હત્યા, જૂની અદાવત કારણભૂત

જેસીબીથી વારંવાર કચડીને યુવકને અધમૂઓ કરી દીધો. (પ્રતીકાત્મક તસવીર)

જેસીબીથી વારંવાર કચડીને યુવકને અધમૂઓ કરી દીધો, હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં થયું મોત

  • Share this:
    કાસિમ ખાન, મેવાત. જૂની અદાવતના કારણે એક યુવકને જેસીબી (JCB)ના લોડરથી કચડીને મોતને ઘાટ ઉતારવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે મૃતકની લાશ (Dead Body)ને કબ્જામાં લઈ સીએચસી નૂંહથી પોસ્ટમોર્ટમ કરાવીને લાશ પરિજનોને હવાલે કરી દીધી છે. પોલીસ (Police)એ આ સંબંધમાં કેસ નોંધી મામલાની ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.

    મળતી માહિતી મુજબ, ફરિયાદી અબ્દુલ અજીજે પોલીસને જણાવ્યું છે કે તે પોતાના ભાઈની સાથે 17 માર્ચે લગ્નની કાર્ડ આપીને પોતાના ગામ પરત આવી રહ્યા હતા. આ દરમિયાન અમારી પર વારિસ, ઈમરાન, શહરૂન, રહીમ બખ્સ ઉપરાંત જાવેદે લાઠી અને ડંડા જેવા હથિયારોથી તેમની પર હુમલો કરી દીધો.

    આ પણ જુઓ, PHOTOS: સોનીપતમાં બુલેટ પ્રૂફ ટ્રેક્ટરથી ખેતી કરી રહ્યા છે અન્નદાતા, જાણો શું છે મામલો

    આ હુમલામાં ઘાયલ હમીદને હુમલાખોરોએ જેસીબીના લોડરની મદદથી ઘટનાસ્થળેથી વારંવાર કરડી દીધો. જેના કારણે તે અધમરો થઈ ગયો. પીડિતનો આરોપ છે કે તેણે બૂમાબૂમ કરતાં આરોપીઓ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા અને તેણે સમગ્ર ઘટના પોતાના પરિજનોને જણાવી.
    દુર્ઘટનાનો એન્ગલ પણ પોલીસ તપાસી રહી છે

    આ પણ વાંચો, હેલ્મેટ પહેર્યા વગર ટ્રક ચલાવનારા ડ્રાઇવરને 1000 રૂપિયાનો દંડ! તમે પણ ચોંકી ગયા ને?

    જેસીબી લોડરથી ઘાયલ થયેલા હમીદને તાત્કાલિક સીએચસી સારવાર માટે લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેની નાજુક હાલત જોઈને તેને નલ્હડ મેડિકલ કોલેજ રેફર કરી દીધો. પરંતુ હમીદનું રસ્તામાં જ મોત થઈ ગયું. પોલીસે આ મામલામાં કેસ નોંધી દીધો છે. મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ હમીદ હવે આ દુનિયામાં નથી રહ્યો. પોલીસે પાંચ લોકોની સામે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ માર્ગ અકસ્માતના એન્ગલથી પણ મામલાની તપાસ કરી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published: