નર્મદા મંદિરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
Narmada Mandir Video: વીડિયો અંગે મંદિરના મુખ્ય પૂજારી બંદે મહારાજે જણાવ્યુ હતુ કે, ‘આ વીડિયો જૂનો છે અને મંદિરમાં આવી કોઈ ઘટના બની નથી. લોકો હાથીની નીચેથી સરળતાથી બહાર નીકળી શકે છે. આ વીડિયોને બદનામ કરવાના ષડયંત્રના ભાગરૂપે વાયરલ કરવામાં આવ્યો છે.’
ભોપાલઃ મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના પવિત્ર શહેર અમરકંટકમાં નર્મદા નદીના ઉદ્ગમ સ્થાને બનેલા મંદિરની અંદર આવેલી હાથીની મૂર્તિમાં એક યુવક ફસાઈ ગયો. ભક્ત યુવક હાથીની મૂર્તિ નીચેથી બહાર આવતો હતો ત્યારે ફસાઈ ગયો હતો. જો કે, આ ઘટના ક્યારે બની હતી તે અંગે ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હાથી નીચેથી નીકળવાની માન્યતા
નર્મદા મંદિરમાં સ્થાપિત પ્રતિમા વિશે એવી માન્યતા છે કે, જો તમે તેની નીચેથી બહાર આવી જાઓ તો તમે પાપમુક્ત થાઓ છો. આ સાથે માતાજીના દરબારમાં બંને હાથ આગળ રાખીને પ્રણામ કરીને નીચે ઉતરવું પણ શુભ માનવામાં આવે છે.
બદનામ કરવાનું ષડ્યંત્રઃ પૂજારી
જંભેશ્વર વીડિયો અંગે મંદિરના મુખ્ય પૂજારી બંદે મહારાજ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, ‘આ વીડિયો જૂનો છે અને મંદિરમાં આવી કોઈ ઘટના બની નથી. તેમણે કહ્યુ હતુ કે, 'લોકો હાથીની નીચેથી સરળતાથી બહાર નીકળી શકે છે. આ વીડિયોને બદનામ કરવાના ષડયંત્રના ભાગરૂપે વાયરલ કરવામાં આવ્યો છે.’
આ સાથે જ પૂજારીએ મંદિરમાં સ્થાપિત આ હાથીની મૂર્તિની આખી વાર્તા કહી હતી. મંદિર પહોંચેલા ભક્તોએ જણાવ્યુ હતુ કે, તેઓ પોતે જ આ સ્થળ છોડીને ગયા છે અને તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. લોકોએ કહ્યુ હતુ કે, તેઓ હાથીની મૂર્તિની નીચેથી સરળતાથી બહાર નીકળી જાય છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર