Home /News /national-international /VIDEO: ઈમરાન ખાન પર ગોળી ચલાવીને ભાગવા લાગ્યો યુવક, જુઓ વીડિયો

VIDEO: ઈમરાન ખાન પર ગોળી ચલાવીને ભાગવા લાગ્યો યુવક, જુઓ વીડિયો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આઝાદી માર્ચ દરમિયાન ફાયરિંગમાં ઘાયલ થયા છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આઝાદી માર્ચ દરમિયાન ફાયરિંગમાં ઘાયલ થયા છે. પીટીઆઈના વડા અને પૂર્વ પીએમ ઈમરાન ખાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

    ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આઝાદી માર્ચ દરમિયાન ફાયરિંગમાં ઘાયલ થયા છે. પીટીઆઈના વડા અને પૂર્વ પીએમ ઈમરાન ખાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી છે. આ હુમલો એક રેલી દરમિયાન થયો હતો. આ દરમિયાન હુમલાની એક તસવીર પણ સામે આવી છે, જેમાં એક યુવક બંદૂક સાથે જોવા મળી રહ્યો છે.



    પાકિસ્તાની મીડિયા અનુસાર, તસવીરમાં દેખાતા વ્યક્તિએ હથિયારો સાથે રેલીમાં ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ એઆરવાય ન્યૂઝ અનુસાર, હુમલાખોરે રસ્તા પર ઊભેલા કન્ટેનરને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો.ઈમરાનઊભા રહીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું. પરંતુ તે જ સમયે પાછળથી એક યુવકે બંદૂકધારીનો હાથ પકડી લીધો હતો. પછી બંદૂકધારી પોતાનો હાથ છોડાવીને ત્યાંથી ભાગવા લાગ્યો.

    રિપોર્ટ્સ અનુસાર આ દરમિયાન હુમલાખોર ટાર્ગેટ ચૂકી ગયો અને ગોળી ઈમરાન ખાનના પગમાં વાગી. પરંતુ ઈમરાન ખાન પાસે હાજર યુવક હુમલાખોરને પકડી લે છે. ઈમરાન ખાને હુમલાખોરને પકડનાર વ્યક્તિનો પણ આભાર માન્યો છે. પીટીઆઈ પાર્ટીના ઈમરાન ઈસ્માઈલના જણાવ્યા અનુસાર ઈમરાન ખાનને પગમાં ત્રણથી ચાર ગોળી લાગી છે.

    આ પણ વાંચોઃ Gir Somnath: મગફળીમાંથી કેવી રીતે બને છે તેલ, જુઓ ઘાણાની અંદરનો વીડિયો

    કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. બીજી તરફ ઈમરાન ખાનના નજીકના પાકિસ્તાની નેતા ફવાદ ચૌધરીએ હુમલાખોર વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતા ફવાદ ચૌધરીએ જણાવ્યું કે હુમલાખોર ઈમરાન ખાન પર ફાયરિંગ કરવા માટે AK-47 લાવ્યો હતો, જેમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Ex PM Imran Khan, Imran Khan, Pakistan news

    विज्ञापन
    विज्ञापन