બિહારના યુવાઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે AIDS, ચોંકાવનારા આંકડા : રિપોર્ટ

બિહારના યુવાઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે AIDS, ચોંકાવનારા આંકડા : રિપોર્ટ
પ્રતીકાત્મક તસવીર

બિહારમાં મહિલા અને બાળકો પણ એઇડ્સની ઝપટમાં, સ્થિતિ વધુ ભયાનક થવાની શક્યતા

 • Share this:
  બિહાર (Bihar)ના યુવાઓ ધીમ-ધીમે એક ગંભીર બીમારીની ઝપટમાં આવી રહ્યા છે. આ રાજ્ય માટે ચિંતાનો વિષય છે. રાજ્યના 15થી 24 વર્ષના અનેક યુવા એઇડ્સ (AIDS) જેવી બીમારીની ઝપટમાં આવી રહ્યા છે. 2018-19ના આંકડાઓ જોઈએ તો તે ચોંકાવનારા છે અને જો જાગૃતતા પર કામ ન થયું તો આવનારા વર્ષોમાં સ્થિતિ ભયાનક થઈ શકે છે.

  પ્રભાત ખબર અખબારમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, બિહાર સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના આંકડાઓમાં આ ખુલાસો થયો છે કે એઇડ્સની તપાસ કરાવનારાઓમાં યુવાઓમાંથી એક ટકા યુવા એચઆઈવી પોઝિટિવ હતા. 2018-19 દરમિયાન 1.38 લાખ યુવાઓની તપાસ કરવામાં આવી, જેમાંથી 1,050ને એચઆઈવી હતો.  મહિલા અને બાળકો પણ બીમારીની ઝપટમાં

  આ રિપોર્ટમાં વધુ એક મહત્વપૂર્ણ વાત એ છે કે કામધંધાને લઈ બીજા રાજ્યોમાં ગયેલા યુવા આ રોગગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું. તેમાં વિવિધ રાજ્યોમાં મજૂરી કરનારા યુવા પણ સામેલ છે. ચિંતાની વાત એ છે કે આ બીમારીથી ગ્રસ્ત વ્યક્તિની પત્ની અને બાળકોને પણ આ બીમારી થઈ ગઈ.

  આ પણ વાંચો, દિલ્હીની રસ્ટોરાંમાં આર્ટિકલ-370 થાળી! કાશ્મીરીઓને 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

  આ બીમારીનું મુખ્ય કારણ શું છે?

  એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના અભ્યાસ મુજબ, મોટાભાગના યુવા જ તેની ઝપટમાં છે. તેનું મુખ્‍ય કારણ છે નશો અને અસુરક્ષિત યૌન સંબંધ. આ મામલામાં સોસાયટીનો અભ્યાસ જણાવે છે કે જાગૃતતા ન હોવી, કિશોરાવસ્થામાં જ અસુરક્ષિત યૌન સંબંધ બાંધવા અને નશા માટે ઉપયોગમાં લેવાતી સોય મુખ્ય કારણ છે. તેની સાથે બીમારીને લઈને યુવાઓમાં અજ્ઞાનતા અને ગફલત પણ એક મુખ્ય કારણ છે.

  માત્ર યુવાઓમાં જ નહીં, મહિલાઓ અને અન્ય પણ શિકાર

  બિહારના 1.38 લાખ યુવાઓમાંથી 1,050માં આ બીમારી હોવાનું બહાર આવ્યું. જોકે એવું નથી કે માત્ર યુવા જ તેની ઝપટમાં છે. ડોક્ટરોએ 32.48 લાખ ગર્ભવતી મહિલાઓની પણ તપાસ કરી, જેમાંથી 689 એચઆઈવી પોઝિટિવ હોવાનું સામે આવ્યું. બીજી તરફ, 6.94 લાખ અન્ય વર્ગના લોકોમાંથી 11 હજાર આ બીમારીની ઝપેટમાં છે. રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે યુવાઓમાં જાગૃતતા ન આવી તો આ બીમારી ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે.

  આ પણ વાંચો, જ્યારે મુંબઈના 40 માળના બિલ્ડિંગ પરથી વહેવા લાગ્યું 'ઝરણું'
  Published by:News18 Gujarati
  First published:September 08, 2019, 14:52 pm