PUBG રમવાની ના પાડતા ગુસ્સે ભરાયેલા યુવાને પિતાની હત્યા કરી નાંખી

પોલીસે રઘુવીરની ધરપકડ કરી છે એને આગળની તપાસ કરી રહી છે. શંકરપ્પા ત્રણ મહિના પહેલા જ પોલીસ વિભાગમાંથી નિવૃત થયા હતા.

News18 Gujarati
Updated: September 10, 2019, 2:10 PM IST
PUBG રમવાની ના પાડતા ગુસ્સે ભરાયેલા યુવાને પિતાની હત્યા કરી નાંખી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 10, 2019, 2:10 PM IST
બેંગલુરુ: પબ્જી (PUBG) રમતની બાળકોને એટલી લત લાગી છે કે, આ માટે તેઓ કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે અને એક આ રમતની લત ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. કર્ણાટકના (Karnataka)બેલગાવી જિલ્લામાં આવો જ એક કિસ્સો બન્યો છે. અહીંયા 25 વર્ષના એક યુવાને તેના પિતા (Father)ની હત્યા કરી નાંખી. કેમ કે, તેના પિતાજી તેને PUBG રમવાની ના પાડતા હતા.

મળતી માહિતી મુજબ, રઘુવીર કુંભાર (Raghuvir Kumbhar) નામનો યુવાન PUBG રમતો હતો પણ તેના પિતાજી તેને રોકતા હતા. આ કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. ગુસ્સે ભરાયેલા રઘુવીરે તેના પિતા શંકરપ્પા કુંભાર પર હુમલો કર્યો. રઘુવીર એટલો ગુસ્સે ભરાયેલો હતો કે તેણે તેના પિતાના શરીરના ટુકડે-ટુકડા કરી નાંખ્યા. આ બધુ તેણે એટલા માટે કર્યું કે, તે પોતે શાંતિથી પોતાના મોબાઇલમાં PUBG ગેમ રમી શકે. તેના પિતા શંકરપ્પા નિવૃત પોલીસ કર્મચારી હતા.

પિતાના શરીરનાં કટકા કર્યાં

બેલગાવ પોલીસે જણાવ્યું કે, રઘુવીર તેના પિતાએ PUBG ગેમ રમતા રોક્યો હતો. આથી તે ગુસ્સે ભરાયો હતો. રઘુવીરને તેના ઘરના અન્ય સભ્યોને ઘરના બીજા ઓરડામાં બંધ કરી તેના પિતાની હત્યા કરી હતી.

પોલીસે રઘુવીરની ધરપકડ કરી છે એને આગળની તપાસ કરી રહી છે. શંકરપ્પા ત્રણ મહિના પહેલા જ પોલીસ વિભાગમાંથી નિવૃત થયા હતા. PUBGની લતના કારણે અનેક યુવાનો તેમની કારકિર્દી ખતમ કરી રહ્યા છે અને રોજ આવા કિસ્સાઓ બન્યા કરે છે.
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...