મિત્રની હત્યાનો બદલો લેવા પહેલા કરી દોસ્તી, પછી કરી નાખી કરપીણ હત્યા
11 જૂને કાલકા રોડ પર જર્જરિત મકાનમાંથી પોલીસને અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. જેની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી
Murder Case : પોલીસે જ્યારે સઘન પૂછપરછ કરી તો બંનેએ હત્યાનું રહસ્ય ખોલ્યું હતું, બંનેએ પોતાના મિત્ર ભુરુની હત્યાનો બદલો લેવા આ ગુનો આચર્યો હોવાનું બહાર આવ્યું
રેવાડી : હરિયાણાના (Harayana)રેવાડી (Revadi) જિલ્લામાં પોલીસે દીપક હત્યા કેસમાં (Deepak Murder Case) બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, દીપક સાથે મિત્રતા કેળવીને તેના મિત્રની હત્યાનો (Murder)બદલો લીધો હતો. તેને ખંડેર મકાનમાં લઈ જઈ હત્યા કરી હતી. બંને આરોપીઓને પોલીસે બે દિવસના રીમાન્ડ પર લીધા છે, જેથી આરોપીઓની સઘન પૂછપરછ કરી શકાય.
શું છે સમગ્ર મામલો?
11 જૂને કાલકા રોડ પર જર્જરિત મકાનમાંથી પોલીસને અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. જેની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ લાશની ઓળખ ગોકળગઢ ગામના દીપક તરીકે થઈ હતી. દીપકના પરિવારના સભ્યોએ ગોકળગઢના રહેવાસી જીવન અને શાહબાઝપુર ખાલસા નિવાસી હન્ની પર શંકા સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસે જ્યારે જીવન અને હનીની સઘન પૂછપરછ કરી તો બંનેએ હત્યાનું રહસ્ય ખોલ્યું હતું. બંનેએ પોતાના મિત્ર ભુરુની હત્યાનો બદલો લેવા આ ગુનો આચર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જીવન અને હન્નીના મિત્ર ભુરુની છ મહિના પહેલા હત્યા કરવામાં આવી હતી. આરોપીને શંકા હતી કે દીપકે તેના મિત્રની હત્યા કરી છે.
આ ઘટના બાદથી જ બંને ભૂરુની હત્યાનો બદલો લેવાની ફિરાકમાં હતા. જેના માટે બંને આરોપીઓએ દીપક સાથે મિત્રતા કરી હતી. જ્યારે દીપકે આરોપીઓની વાત માની અને તેમની સાથે ગયા તો બંનેએ દીપકની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપી દીપકને સાથે ઘરેથી બાઈક પર લઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે બાદ સુમસાન અને ખંડેર બિલ્ડીંગમાં લઇ જઇ દીપકના ગળાના ભાગે ઘા મારી તેઓની હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.
પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ હવે આ બંને આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર લઈ જઈ રહી છે અને આ ઘટનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પૂછપરછ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર