યુવકનું મોત ખેંચી લાવ્યું બર્થ ડે પાર્ટીમાં, ફાયરિંગમાં ગુમાવ્યો જીવ, બાર ડાન્સર પણ હતી પાર્ટીમાં

bihar news- ડાન્સ દરમિયાન બાર બાળાઓએ પણ ઘણી વખત પિસ્તોલ લહેરાવી હતી

bihar news- ડાન્સ દરમિયાન બાર બાળાઓએ પણ ઘણી વખત પિસ્તોલ લહેરાવી હતી

  • Share this:
    પટના : બિહારની (bihar)રાજધાની પટનામાં (patna)બાર બાળાઓ (Bar Dancers)સાથે ડાન્સ દરમિયાન ગોળી વાગવાથી એક યુવકના મોતની ઘટના સામે આવી છે. જાણકારી પ્રમાણે પટનામાં બર્થ ડે પાર્ટી (Birthday Party)દરમિયાન દારૂ અને બાર બાળાઓ સાથે ડાન્સ સાથે ફાયરિંગમાં 22 વર્ષીય યુવક વિક્કી મોતને ભેટ્યો છે. વિક્કીના મોત પછી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ઘટના રાજધાની પટનાના રામકૃષ્ણ નગરના પિપરા વિસ્તારની છે. ઘટના પછી આરોપી ફરાર છે.

    બતાવવામાં આવી રહ્યું છે કે વિક્કી પોતાના નાના (દાદા) દયાશંકરને ત્યાં રહેતો હતો. નાના દયાશંકરના પાડોશમાં રહેતા નરેશ કુમારને ત્યાં રાત્રે બર્થ ડે પાર્ટી હતી. વિક્કી બર્થ ડે પાર્ટીમાં ગયો હતો અને ભોજન કરીને પાછો આવી ગયો હતો. જોકે નરેશ કુમારના પુત્ર ટિંકુએ વિક્કીને ફરી બોલાવ્યો હતો. આ પછી ગોળી વાગવાના કારણે વિક્કીનું મોત થયું હતું.

    આ પણ વાંચો - ત્રણ સગી બહેનોએ ટ્રેન સામે કુદીને કરી આત્મહત્યા, સામે આવ્યું મોતનું કારણ

    પરિવારજનોનો આરોપ છે કે આ દરમિયાન દારૂ અને બાર બાળાઓ સાથે ડાન્સ સાથે હર્ષ ફાયરિંગ (Harsh Firing)પણ કરવામાં આવી રહ્યું હતું. ડાન્સ દરમિયાન બાર બાળાઓએ પણ ઘણી વખત પિસ્તોલ લહેરાવી હતી. આ દરમિયાન ફાયરિંગ પણ કરી હતી. જેની ચપેટમાં યુવકનું મોત થયું હતું. ઘટના પછી આખા વિસ્તારમાં ખલબલી મચી ગઈ છે.

    આ ઘટનામાં વિક્કીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના પછી બધા આરોપી ફરાર છે. મૃતક યુવકના માતા-પિતાનું બાળપણમાં જ મોત થયું હતું. હવે વિક્કી પણ મોતને ભેટ્યો છે. પોલીસે કેસ નોંધીને આરોપીને પકડવા માટે અલગ-અલગ વિસ્તારમાં ટીમો મોકલી છે. હાલ બધા આરોપી ફરાર બતાવવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો - ફાયનાન્સ કંપનીના કર્મચારીએ આત્મહત્યા કરી, લખ્યું- પત્નીને ઘણો પ્રેમ કરું છું પણ...

    જે દિવસે વિદાય થવાની હતી બહેનની ડોલી, તે દિવસે ઘરે પહોંચી ભાઈની અર્થી

    બહેનના લગ્નમાં એક દિવસ બચ્યો હતો. શુક્રવારે ઘરેથી બહેનની વિદાય થવાની હતી પણ હવે ભાઈની અર્થી ઉઠશે. ઘટના હિમાચલ પ્રદેશના (Himachal Pradesh)સિરમૌર જિલ્લાની છે. જ્યાં લગ્નના એક દિવસ પહેલા ભાઈનું અકસ્માતમાં (Accident)મોત થયું છે. સિરમૌર જિલ્લાના શિલાઇ ઉપમંડલના રોનહાટ રસ્તા પર ઉજાલખાલની નજીક મોટરસાઇકલ ખીણમાં ખાબક્યું હતું. જેમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે.
    Published by:Ashish Goyal
    First published: