નવા મોટર વ્હીકલ એક્ટને લઈ યુવા કોંગ્રેસે કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક સ્કૂટર ઉઠાવ્યું અને પોલીસ સાથે હાથાપાઈ બાદ પટક્યું. ઉલ્લેખનીય છે કે, નવા મોટર વ્હીકલ એક્ટમાં ભારે દંડની જોગવાઈને લઈ લોકોમાં વિરોધ વધી રહ્યો છે. પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ સરકારે દંડ ઓછો કરવાની જાહેરાત કરી છે. ગુજરાત બાદ છત્તીસગઢ અને રાજસ્થાન જેવા કોંગ્રેસ શાસિત રાજ્યોમાંથી પણ આવા જ સમાચાર સામે આવી રહ્યા છે.
ભારે દંડની જોગવાઈ
ગત 1 સપ્ટેમ્બરે નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ભારે દંડ વસૂલવાના સમાચાર આવ્યા છે. ટૂ-વ્હીલર પર પણ મોટો દંડ વસૂલવાની જોગવાઈ છે. ગુરૂગ્રામમાં ટૂ-વ્હીલરના માલિક પર 56 હજારનો દંડ લગાવવાના સમાચાર આવ્યા હતા. સોમવારે દિલ્હીની રોહીણી કોર્ટમાં એક લાખ 41 હજાર 700 રૂપિયાનું ચલણ જમા કરાવવાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના એક ટ્રક માલિકે દિલ્હી રોહિણી કોર્ટમાં ચલણની પૂરી રકમની ચૂકવણી કરી છે.
ટ્રક માલિક બિકાનેરનો રહેવાસી છે, જેને દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે ઓવરલોડિંગના કારણે 70 હજાર રૂપિયાનું ચલણ આપવામાં આવ્યું. આ સિવાય ટ્રકમાં વધારે માલ સામાન લાદવા પર તેના માલિક પર પણ 70 હજારનું વધુ ચલણ આપવામાં આવ્યું. ટ્રક મલિકનું કહેવું છે કે, આ સિવાય 1700 રૂપિયાનું અન્ય ચલણ પણ આપવામાં આવ્યું. ચલણની કુલ રકમ 1 લાખ 41 હજાર 700 રૂપિયા છે. 9 સપ્ટેમ્બરના રોજ ચલણની ચૂકવણી તેમણે રોહિણી કોર્ટમાં કરી દીધી છે.
#WATCH Delhi: Indian Youth Congress (IYC) holds protest outside the residence of Nitin Gadkari, the Union Minister of Road Transport & Highways, against the amended provisions of the Motor Vehicle Act. pic.twitter.com/OJawhb1OHL
કેટલાક રાજ્યમાં ઘટી શકે છે દંડ
દંડની ભારે રકમ પર વિરોધ બાદ સૌથી પહેલા ગુજરાતે તેને ઓછો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, રાજ્ય આવુ કરી ન શકે. ગુજરાત બાદ છત્તીસગઢ અને રાજસ્થાને પણ દંડની રકમ ઓછી કરવાના સમાચાર મળી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર