નાના ભાઈની બે પત્નીઓએ ખેલ્યો ખૂની ખેલ, પાવડાના ફટકા મારીને જેઠને ઉતાર્યો મોતને ઘાટ, કારણ છે ચોંકાવનારું

News18 Gujarati
Updated: September 24, 2020, 11:42 PM IST
નાના ભાઈની બે પત્નીઓએ ખેલ્યો ખૂની ખેલ, પાવડાના ફટકા મારીને જેઠને ઉતાર્યો મોતને ઘાટ, કારણ છે ચોંકાવનારું
પ્રતિકાત્મક તસવીર

માથા અને કમર ઉપર પાવડાથી સતત પ્રહારો કરવામાં આવ્યા હતા. જેના કારણે મૃતકનું મગજ બહાર નીકળી ગયું હતું.

  • Share this:
વિદિશાઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh)ના વિદિશા જિલ્લામાં એક ફરીથી સંબંધો તાર-તાર થયાની સનસની ઘટના સામે આવી છે. અહીં પૈસાની લેતીદેતીમાં થયેલા ઝઘડા બાદ નાના ભાઈની પત્નીઓએ જેઠની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાળ થઈ ગઈ હતી. આ ઘટના પાછળ ગાંજાની તસ્કરી (Marijuana smuggling) હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સિવિલ લાઈન પોલીસ સ્ટેશન અંતર્ગત અહમદપુર રોડ ઉપર બનેલા એફસીઆઈ ગોડાઉનમાં વહૂએ જ પોતાના જેઠની હત્યા કરી દીધી હતી. હત્યાબાદ વહૂ ફરાર થઈ ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતકનો ભાઈ પપ્પન સિંધી ગેરકાયદેસરની ગાંજાની તસ્કરીના કેસમાં જેલમાં બંધ છે.

તેમની બે પત્નીઓ હોવાનું જાણવા મળે છે. તેમની પત્ની સહિત ઘટનામાં સામેલ અન્ય આરોપી પણ ફરાર છે. સિવિલ લાઈન પોલીસે કલમ 302 અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! ભુવાએ પાંચ મહિલાઓને ડાકણ ગણાવી, ગામની પંચાયતે મળ-મૂત્ર પીવડાવવાની ફટકારી સજા

મળતી માહિતી પ્રમાણે સિવિલ લાઈન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા એફસીઆઈ ગોડાઉનની પાસે મકાનમાં બુધવારે મોડી રાત્રે 52 વર્ષીય કમલ સિંધીની હત્યા કરવામાં આવી હતી. હત્યાનો આરોપ મૃતકના નાના ભાઈની પત્નીઓ અને અન્ય ઉપર છે. મૃતક કમલ સિંધીના નાના ભાઈ 200 કિલો અવૈધ ગાંજાના ધંધાના કેસમાં જેલમાં છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ ડોક્ટરનું અપહરણ કરીને પત્ની પાસે માંગી એક કરોડની ખંડણી, બીજા દિવસે નગ્ન હાલતમાં મળ્યા તબીબપોલીસ સૂત્રો પ્રમાણે મૃતકની વહૂઓએ જ પોતાના જેઠની હત્યા એટલા માટે કરી કારણ કે તેના જેઠે પોલીસને બાતમી આપી હતી. જેના કારણે તેનો પત્ની જેલ ભેગો થયો હતો. અત્યારે હત્યાના બધા આરોપીઓ ફરાર છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાર દિવસમાં ચાંદીમાં રૂ.8500 અને સોનામાં રૂ.2500નું તોતિંગ ગાબડું, ફટાફટ જાણો આજના નવા ભાવ

વધુ મળતી માહિતી પ્રમાણે હત્યામાં જેટલા લોકો સામેલ છે એ બધા કમલ સિંઘની કાર લઈને ફરાર થયા છે. હત્યામાં બે પાવડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માથા અને કમર ઉપર પાવડાથી સતત પ્રહારો કરવામાં આવ્યા હતા. જેના કારણે મૃતકનું મગજ બહાર નીકળી ગયું હતું. હુમલામાં અન્ય અંગો ઉપર પણ ઈજાઓ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે, અત્યારના જમાનામાં નાની નાની બાબતોમાં પણ સંબંધોને તારતાર કરનારી ઘટનાઓ બનતી રહે છે. મોટાભાગે આવી ઘટનાઓમાં પૈસા મુખ્ય કારણ હોવાનું સામે આવતું હોય છે. મધ્ય પ્રદેશમાં વેરની વસૂલાત જેવી ઘટના બની છે. પોતાના પતિને જેલ ભેગો કરાવનાર જેઠને સબક શિખવાડવા માટે બંને પત્નીઓએ તેની હત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે.
Published by: ankit patel
First published: September 24, 2020, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading