કહેવાય છે કે જર જમીન અને જોરું, ત્રણેય ઝઘડાના છોરું, આ કહેવતને સાચી પાડતી ઘટના સામે આવી છે, બિહારના પટનામાં બિહટામાં જમીન વિવાદને કારણે નાના ભાઇએ મોટાભાઇ પર ફાયરિંગ કર્યું, જેમાં વચ્ચે પડતાં ભાભી પર પણ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ નાનાભાઇએ ભાઇ-ભાભી પર તલવારથી હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમીન વિવાદના કારણે રામલખન યાદવે તેના મોટા ભાઇ રામબાબૂ યાદવ અને ભાભીની નિર્મમ હત્યા કરી નાખી. જાણવા મળ્યું છે કે, ખેતીકામ કરવા માટે રામબાબૂ તેમની પત્નીની સાથે ખેતર ગયો હતો. આ સમયે રામલખને કેટલાક લોકો સાથે ખેતરમાં પહોંચ્યો. રામબાબૂ કંઇ સમજે તે પહેલા તો રામલખને પહેલા રામબાબૂને ગોળી માારી દીધી. આ સમય દરમિયાન તેની પત્ની તેને બચાવવા માટે પહોંચી પરંતુ તેને તેની ભાભી શારદા દેવી પર પણ ગોળી મારી દીધી. તે આટલાથી ન રોકાયો તેણે તલવારથી બંને પર વાર કરી દીધો. રામબાબૂનો મોટો દીકરો ઘટના સમયે હાજર હતો. જો કે તે તેનો જીવ બચાવીને ભાગી ગયો.
બાદમાં સમગ્ર ઘટના અંગે ગામલોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મતૃદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. પોલીસે આરોપી રામલખન અને તેના સહયોગીની શોધ કરવા માટે ચક્રો ગતિમાન કર્યો છે.
ઘટનાને નજરે જોનાકા લોકોએ જણાવ્યું કે રામલખન કેટલાક લોકો સાથે મળીને ખેતર પહોંચ્યો હતો. તેમણે આવતાની સાથે જ તેના મોટાભાઈ સાથે ઝઘડો શરૂ કરી દીધો ત્યારબાદ રામલખને ટ્રેક્ટર પર બેઠેલા તેના ભાઈ રામબાબૂ પર ગોળીઓ ચલાવી અને ત્યારબાદ તેને તેણે ટ્રેક્ટરમાંથી ખેંચી લીધી અને ગોળીનો વરસાદ કર્યો. આ દરમિયાન તેની ભાભી તેના પતિને બચાવવા માટે દોડી હતી જો કે રામલખને તેના પર પણ ગોળી ચલાવી હતી. રામલખન અહીંથી ન હતો રોકાયો તેને તેના ભાઈ-ભાભી પર તલવારથી પણ વાર કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યાં છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર