VIDEO: પ્રેમીથી નારાજ યુવતીએ મેટ્રો સ્ટેશન પર આત્મહત્યાનો કર્યો પ્રયાસ, પોલીસે બચાવ્યો જીવ

મેટ્રો સ્ટેશનની છત પરથી યુવતી કૂદે તે પહેલા જ પોલીસકર્મી છેલ્લી ઘડીએ ત્યાં પહોંચી ગયો, જુઓ દિલધડક VIDEO

મેટ્રો સ્ટેશનની છત પરથી યુવતી કૂદે તે પહેલા જ પોલીસકર્મી છેલ્લી ઘડીએ ત્યાં પહોંચી ગયો, જુઓ દિલધડક VIDEO

  • Share this:
    ફરીદાબાદ. હરિયાણા (Haryana)ના ફરીદાબાદ (Faridabad) જિલ્લામાં સેક્ટર-28 સ્થિત મેટ્રો સ્ટેશન (Metro Station)માં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ. જ્યાં પ્રેમીથી નારાજ એક યુવતી મેટ્રો સ્ટેશનથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ (Suicide Attempt) કરી રહી હતી. પોલીસ (Police) છેલ્લી ઘડીએ પહોંચીને યુવતીને આત્મહત્યા કરતા રોકી. આ મામલાનો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવતી મેટ્રો સ્ટેશનની દીવાલથી કૂદવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન એક પોલીસકર્મી ત્યાં પહોંચ્યો અને તેને તેની પર કાબૂ મેળવી લીધો. પોલીસકર્મીની સમયસૂચકતાના કારણે યુવતીનો જીવ બચી ગયો.

    મળતી માહિતી મુજબ, એક ખાનગી કંપનીમાં પ્રેમી અને પ્રેમિકા બંને કામ કરે છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. યુવતી દિલ્હીની રહેવાસી હોય એવી પ્રાથમિક માહિતી મળી છે. યુવતીને મેટ્રો સ્ટેશનની છત પર ઊભી રહેલી જોઈને હાઇવે પર ચાલી રહેલા ટ્રાફિક અટકી ગયો. સૂચના મળતા સીઆઇએસએફ અને મેટ્રો પોલીસ પણ સક્રિય થઈ ગઈ. એક પોલીસકર્મી અને એક યુવકે છત પર કૂદીને યુવતીને કાબૂમાં લીધી અને તેને કૂદતા અટકાવી દીધી.

    આ પણ વાંચો, પ્રેમિકાને મળવા પ્રેમી તેના ઘરે પહોંચ્યો તો લાઠી-સળીયા મારી કરી હત્યા, પ્રાઇવેટ પાર્ટ પણ કાપ્યું

    આ પણ જુઓ, PHOTOS: ચાલતી કાર બની આગનો ગોળો, પિતા-પુત્રએ કૂદીને બચાવ્યો જીવ

    મેટ્રો સ્ટેશનની છત પર ચડી ગઈ હતી યુવતી

    ત્યારબાદ યુવતીને મેટ્રો પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવી. પોલીસે યુવતીના પરિજનોને સૂચના આપી અને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા. જ્યાં યુવતીનો ભાઈ તેને સમજાવીને ઘરે લઈ ગયો. મળતી માહિતી મુજબ, કોઈ વાતને લઈને યુવતીનો પ્રેમી સાથે ઝઘડો થઈ ગયો હતો, ત્યારબાદથી તે તણાવમાં હતી. ત્યારબાદ તે ફરીદાબાદ સેક્ટર-28 સ્થિત મેટ્રો સ્ટેશનમાં પહોંચી ગઈ અને અચાનક સ્ટેશનની છત પર ચડી ગઈ. એક પોલીસકર્મીસ અને એક યુવકે છત પર કૂદીને તેને કાબૂમાં લીધી અને જીવ બચાવ્યો.
    Published by:Mrunal Bhojak
    First published: