'અંતિમ સંસ્કારમાં GFને જરુર બોલાવજો' કહી લટકી ગયો ફાંસી પર

લગ્નની ના પાડવા પર યુવકે આપી દીધો જીવ

સ્યુસાઇડ નોટમાં હરપ્રીતે લખ્યું છે કે તેણે ગર્લફ્રેન્ડને વ્યાજ પર 7 લાખ રૂપિયા આપ્યા હતા. માંગ પર તેણે તેના મિત્રો સાથે મળીને તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ પછી હરપ્રીત નારાજ હતો.

 • Share this:
  દિલ્હી: ગર્લફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડવાથી નાખુશ યુવકે ફાંસી લગાવીને પોતાનો જીવ આપ્યો હતો. સ્યુસાઇડ કરતા પહેલા યુવકે સ્યુસાઇડ નોટ લખીને એક વીડિયો બનાવ્યો અને તમની આપવીતી જણાવી. યુવકે મૃત્યુ માટે ગર્લફ્રેન્ડ અને તેના બે મિત્રોને દોષી ઠેરવ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ બાદ યુવતી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

  મળતી માહિતી મુજબ હરપ્રીત સિંઘ (30) માતા-પિતા, બહેન અને નાના ભાઈ જસપ્રીત સાથે નિહાલ વિહારમાં રહેતો હતો. તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. અકસ્માતમાં ઈજાઓ થતાં તે થોડા દિવસોથી ઘરે આરામ કરી રહ્યો હતો. 12 નવેમ્બરની રાત્રે તેણે પોતાના રૂમમાં લટકીને ગળેફાંસો ખાઇ લીધો હતો. પોલીસને તેના રુમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી. આમાં તેણે ગર્લફ્રેન્ડ અને તેના બે મિત્રોને મોત માટે જવાબદાર ઠેરવ્યા હતા.

  પોલીસને તપાસ દરમિયાન તેના મોબાઇલમાં એક વીડિયો પણ મળી આવ્યો હતો. તે આત્મહત્યા કરતા પહેલા હરપ્રીત દ્વારા બનાવવામાં આવ્યો હતો. પોલીસે આત્મહત્યા કરવા અંગેનો ગુનો નોંધી તપાસ કરી રહી છે. જસપ્રીતે જણાવ્યું કે તેનો ભાઈ હરપ્રીત તેની કંપનીમાં નોકરી કરતી એક છોકરી સાથે પ્રેમમાં હતો. હરપ્રીત તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. થોડા દિવસો પહેલા પિતા ભાઈના સંબંધ નક્કી કરવા માટે છોકરીના ઘરે ગયા હતા, પરંતુ યુવતી અને તેના પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

  સ્યુસાઇડ નોટમાં હરપ્રીતે લખ્યું છે કે તેણે ગર્લફ્રેન્ડને વ્યાજ પર 7 લાખ રૂપિયા આપ્યા હતા. માંગ પર કરવા પર તેણે તેના મિત્રો સાથે મળીને તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ હરપ્રીત ખૂબ જ નારાજ હતો.

  અંતિમવિધિમાં આવે ગર્લફ્રેન્ડ

  હરપ્રીતે ફેસબૂક પર તેના એક મિત્રને લખ્યું છે કે ભાઈ, ઘણી મહેનત કરવા છતાં હું યુવતીએ આપેલા દુખને ભૂલી શકું તેમ નથી. તેના મિત્રોએ મને મજબૂર કર્યો છે. હું આત્મહત્યા કરી રહ્યો છું… મારા મૃત્યુના સમાચાર છે અને ફેસબૂક પર મારો છેલ્લો ફોટો અપડેટ કરી રહ્યો છું. યુવતીએ નંબર બદલ્યો છે. તેની માતાનો નંબર મારા ફોન પર છે. છોકરીને અંતિમવિધિમાં આવવાનું જરુર કહેજો.
  Published by:Bhoomi Koyani
  First published: