પોતાની મહિલા મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં (birthday party)રોલો પાડવો એક યુવકને મોંઘો પડ્યો છે. ગાંધી પાર્કમાં બર્થ-ડેના સેલિબ્રેશન (Birthday celebration)દરમિયાન ખુલ્લી તલવાર લહેરાવીને કેક કાપીને મિત્રો સાથે મોજ મસ્તી કરનાર યુવક હવે જેલની હવા ખાઇ રહ્યો છે. મોહિત નામના યુવકનો તલવાર લહેરાવતા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થયા પછી પોલીસે આરોપી યુવકની ઓળખ કરી તેની ધરપકડ કરી છે.
આરોપી યુવક પાસેથી તલવાર જપ્ત કરીને પોલીસે તેની સામે શસ્ત્ર અધિનિયમ અંતર્ગત કેસ નોંધીને જેલ મોકલી દીધો છે. તમને જણાવી દઈએ કે શનિવારે ગાંધી પાર્કમાં કેટલાક યુવકો દિવ્યા નામની મહિલા મિત્રનો જન્મ દિવસ મનાવી રહ્યા હતા. આ દરમિયાન યુવક તલવાર સાથે જોવા મળ્યો હતો. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જોત જોતામાં આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પહેલા પોલીસે આનાકાની કરી હતી પણ મામલો વધારે તૂલ પકડ્યો તો આ મામલે એસપી આકાશ તોમરે શહેર પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પોલીસે યુવકને મોકલ્યો જેલ
આ ઘટના ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની છે. કોતવાલી પોલીસે તલવાર સાથે પ્રદર્શન કરનાર મોહિતની ઓળખ કરીને તેની સામે શસ્ત્ર અધિનિયમ અંતર્ગત કેસ નોંધ્યો અને જેલ મોકલી દીધો છે. આ સંબંધમાં અપર પોલીસ અધિક્ષક શિવરાજે જણાવ્યું કે કોતવાલી પોલીસે આ મામલામાં ગાંધી પાર્કમાં જન્મ દિવસ મનાવતા સમયે ખુલ્લી તલવાર લહેરાવતા યુવક મોહિતને ઝડપી લીધો છે. તેની પાસેથી તલવાર પણ જપ્ત કરી છે.
પત્નીને સરકારી નોકરી લાગી તો પતિને છોડી દીધો
લગ્નન્ને (marriage)સાત જનમના બંધન માનવામાં આવે છે. જોકે એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્નીએ સરકારી નોકરી (Government job)લાગતા પતિને છોડી દીધો છે. સરકારી નોકરી લાગતા જ પત્નીએ પતિને ઓળખવાનો ઇન્કાર કરી દીધો છે. હવે પીડિત પતિ ન્યાય માટે બધે ધક્કા ખાઇ રહ્યો છે. આ મામલો જીવન ભર સાથે રહેવાની કસમ ખાનારા હરપ્રીતિ અને મિથુન સાથે જોડાયેલો છે. મિથુનનું કહેવું છે કે તેને હરપ્રીતિ સાથે પ્રેમ થયો હતો અને પછી બન્નએ લગ્ન કર્યા હતા. જોકે તેને ખબર ન હતી કે એક દિવસ પત્ની તેને ઓળખવાથી ઇન્કાર કરી દેશે.
મિથુનના મતે તેની પત્ની હરપ્રીતિને બિહાર પોલીસમાં નોકરી લાગી છે. આ પછી તે તેનાથી અલગ થઇ ગઇ છે અને હવે તો તેને ઓળખવાની પણ ના પાડે છે. આથી પરેશાન બનીને મિથુન સમસ્તીપુર એસપી પાસે પહોંચ્યો છે અને તેને ન્યાય અપાવવાની વિનંતી કરી છે. મિથુનનું કહેવું છે કે બન્ને સરકારી નોકરીની તૈયારી દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. તેણે હરપ્રીતિને નોકરી અપાવવામાં તેની સહાયતા પણ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર