હાથની કપાયેલી ત્રણ આંગળીઓને પેન્ટના ખિસ્સામાં નાંખી હોસ્પિટલમાં ભટકતો રહ્યો યુવક, કલાકો સધી ન મળી સારવાર

હાથની કપાયેલી ત્રણ આંગળીઓને પેન્ટના ખિસ્સામાં નાંખી હોસ્પિટલમાં ભટકતો રહ્યો યુવક, કલાકો સધી ન મળી સારવાર
ઘાયલ યુવકની તસવીર

રાત્રે તેના ભત્રિજાને ચારો કાપવાનું કહ્યું હતું. જેનાથી તે નારાજ થયો હતો. ત્યારબાદ તેણે પોતાના મિત્રો સાથે મળીને તલવાર વડે હુમલો કર્યો હતો.

 • Share this:
  મુઝફ્ફરનગરઃ ક્યારેક સરકારી આરોગ્ય વિભાગ (Government health department) બેદરકારી દાખવતું હોય એવી અનેક ઘટના છાસવારે બનતી રહે છે. ત્યારે વધુ એક ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) પ્રકાશમાં આવી છે. અહીં સરકારી હોસ્પિટલમાં રાત્રે 12 વાગ્યે એક વ્યક્તિ ડાબા હાથની ત્રણ આંગળીઓ ખીસ્સામાં રાખીને સારવાર માટે ભટકતો રહ્યો પરંતુ કોઈએ તેની સારવાર ન કરી. ત્યારબાદ આવેલા ડોક્ટરે તેમની સારવાર કરી હતી. સવારે પીડિત પોલીસ સ્ટેશન (police station) પહોંચીને પોતાના ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

  મળતી માહિતી પ્રમાણે લતીબગઢ નિવાસી સેઠપાલ મંગળવારે સવારે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું. ભત્રિજા અને તેના બે સાથીઓએ તેના ઉપર તલવાર વડે હુમલો (Sword attack) કર્યો હતો.  જેના કારણે ડેના ડાબા હાથની આંગળીઓ કપાઈ ગઈ હતી. પીડિતનું કહેવું છે કે સોમવારે રાત્રે તેના ભત્રિજાને ચારો કાપવાનું કહ્યું હતું. જેનાથી તે નારાજ થયો હતો. ત્યારબાદ તેણે પોતાના મિત્રો સાથે મળીને તલવાર વડે હુમલો કર્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

  આ હુમલામાં ડાબા હાથની ત્રણ આગળીઓ કપાઈ ગઈ હતી. જેને પેન્ટના ખીસ્સામાં લઈને સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં દોઢ કલાક સુધી સારવાર મળી ન હતી. ત્યારબાદ હાજર કર્મચારીને 20 મિનિટ ડોક્ટર આવવાની વાત કરી હતી.

  આ પણ વાંચોઃ-સંબંધો શર્મશાર! 'સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો', સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું, વિરોધ કરનાર પુત્રને મારી ગોળી

  આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માત! લક્ઝરી બસની આરપાર નીકળી ગેસ પાઈપલાઈન, 4 માસના બાળકની માતાનું માથું થયું ધડથી અલગ

  પરંતુ દોઢ કલાક સુધી કોઈ સારવાર મળી ન હતી. સીએમઓ વીર બહાદુર ઢાકાના જણાવ્યા પ્રમાણે ડો. દિગ્વિજયની ડ્યૂટી પર ન હોવાની જાણકારી મળી હતી. આ અંગે તપાસ કરવામાં આવશે. બીજી તરફ થાના પ્રભારી પ્રભાત કૈતુરાના જણાવ્યા પ્રમાણે ફરિયાદના આરાધે કેસ નોંધીને કાર્યવાહી હાથધરી છે.  ઉલ્લેખનીય છે કે, પારિવારીક ઝઘડામાં ભત્રીજાએ કાકા ઉપર હુમલો કરતા કાકાના ડાબા હાથની ત્રણ આંગળીઓ કપાઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ કપાયેલી આંગળીઓ ખિસ્સામાં મૂકીને સારવાર માટે કલાકો સુધી ભડકવું પડ્યું હતું. જે સરકારી તંત્રની ગોરબેરકારી દર્શાવે છે.
  Published by:ankit patel
  First published:December 02, 2020, 17:02 pm