લૉકડાઉન વચ્ચે યુવકે ટ્રકમાંથી ચોરી લોટની બોરી, જુઓ LIVE VIDEO

News18 Gujarati
Updated: May 13, 2020, 3:50 PM IST
લૉકડાઉન વચ્ચે યુવકે ટ્રકમાંથી ચોરી લોટની બોરી, જુઓ LIVE VIDEO
ટ્રાફિક વચ્ચે યુવકે ટ્રકની પાછળ લટકી લોટની બોરી જીવના જોખમે કરી ચોરી, વીડિયો થયો વાયરલ

ટ્રાફિક વચ્ચે યુવકે ટ્રકની પાછળ લટકી લોટની બોરી જીવના જોખમે કરી ચોરી, વીડિયો થયો વાયરલ

  • Share this:
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી હાહાકાર મચી ગયો છે. 24 માર્ચથી દેશભરમાં લૉકડાઉન (Lockdown) લાગુ છે. લોકોના ઘરેથી બહાર જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. લોકો સંક્રમણથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું પાલન કરી રહ્યા છે. ત્યાં સુધી કે રસ્તા કિનારે પડલા રૂપિયાની નોટને પણ લોકો સંક્રમણના ડરથી નથી ઉઠાવી રહ્યા. પરંતુ તેમ છતાંય કંઈક એવા પણ અસામાજિક તત્વો હોય છે જે કોરોના કાળમાં પણ પોતાની આદતો છોડી નથી શકતા. આ અસામાજિક તત્વ રસ્તાઓ પર ભીડ હોવા છતાંય ખુલ્લેઆમ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને તે પણ ધોળે દિવસે.

કંઈક આવી જ ચોરી કરતો એક વીડિયો રાષ્ટ્રીય રાજધાનીમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક યુવકને રસ્તા પર જઈ રહેલા ટ્રકની પાછળથી ચોરી કરતો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વીડિયો આઝાદપુર માર્કેટ પાસેનો છે, જેમાં રેડ લાઇટની પાસે ધોળેદિવસે ચાલતા ટ્રકમાંથી એક યુવક ચોરી કરતો જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો, ઉન્નાવમાં 1000 ટન સોનાના ખજાનાનો દાવો કરનારા સંત શોભન સરકારનું નિધન, ભક્તોમાં શોક

આ યુવકે ચાલતા ટ્રકની પાછળ પહેલા દોડ લગાવી અને તેના પર ઢાંકેલા પ્લાસ્ટિકને ફાડીને અંદરથી લોટની બોરી ખેંચી લીધી. પછી તેને જમીન પર પાડી દીધી. તેના આ કારસ્તાનનો વીડિયો ટ્રકની પાછળ જઈ રહેલી કારના સવારે રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. જોકે, આદર્શનગર પોલીસ સ્ટેશનને એરિયામાં થયેલી ચોરીની કોઈ ફરિયાદ નથી મળી.

આ પણ વાંચો, કોરોના પોઝિટિવ આર્મી જવાને હૉસ્પિટલમાં કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખી વ્યથા 
First published: May 13, 2020, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading