જે દિવસે વિદાય થવાની હતી બહેનની ડોલી, તે દિવસે ઘરે પહોંચી ભાઈની અર્થી

દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર રોનહાટ પહોંચાડ્યા હતા. જ્યાં ડોક્ટરોએ એક યુવકને મૃત જાહેર કર્યો હતો

accident news- 30 વર્ષીય યુવક બહેનના લગ્નનો સામાન લેવા ગયો હતો અને મોતને ભેટ્યો

  • Share this:
    રોનહાટ (શિરમૌર) : બહેનના લગ્નમાં (Marriage)એક દિવસ બચ્યો હતો. શુક્રવારે ઘરેથી બહેનની વિદાય થવાની હતી પણ હવે ભાઈની અર્થી ઉઠશે. ઘટના હિમાચલ પ્રદેશના (Himachal Pradesh)સિરમૌર જિલ્લાની છે. જ્યાં લગ્નના એક દિવસ પહેલા ભાઈનું અકસ્માતમાં (Accident)મોત થયું છે. સિરમૌર જિલ્લાના શિલાઇ ઉપમંડલના રોનહાટ રસ્તા પર ઉજાલખાલની નજીક મોટરસાઇકલ ખીણમાં ખાબક્યું હતું. જેમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે.

    જાણકારી પ્રમાણે એક મોટરસાઇકલ રોનહાટ-રાસ્તના માર્ગ પર ઉજાલખાલ નામના સ્થાન પર અચાનક દુર્ઘાટનાગ્રસ્ત થઇને લગભગ 200 મીટર ઉંડી ખીણમાં ખાબક્યું હતું. જાણકારી મળતા જ સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય ચલાવ્યું હતું અને દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર રોનહાટ પહોંચાડ્યા હતા. જ્યાં ડોક્ટરોએ એક યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે.

    આ પણ વાંચો - લગ્ન પહેલા પકડાઇ લેડી ઇન્સપેક્ટર, 10 લાખ લઇને તસ્કરને પોતાની પર્સનલ કારમાં ભગાડી દીધો, આવી રીતે થઇ હતી ડીલ

    30 વર્ષીય યુવકનું મોત

    મૃતક યુવકની ઓળખ ભીમ સિંહના રૂપમાં થઇ છે. તે સિરમૌરના દેવલાહ ગામનો છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવકની ઓળખ અમર સિંહ (ઉંમર-38)
    ના રૂપમાં થઇ છે.

    બહેનના લગ્નનો સામાન લેવા ગયો હતો યુવક

    ભીમ સિંહની બહેનના શુક્રવારે લગ્ન હતા. લગ્નનો સામાન ખરીદવા માટે યુવક દુન ક્ષેત્ર તરફ ગયો હતો. વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. જોકે બહેનની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થી ઘરે પહોંચી હતી. જેની કોઇએ કલ્પના કરી ન હતી. આ આખા ઘટનાક્રમને લઇને સરકારની અનદેખીને લઇને જોરદાર આક્રોશ જોવા મળ્યો છે. રસ્તો સુધારવાની માંગ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો - ડ્રગ્સ ક્વીન : યુવકોને પોતાના રૂપની જાળમાં ફસાવતી મોડલ, પછી ડ્રગ્સના ધંધામાં કરાવતી હતી એન્ટ્રી

    ડીએસપી વીર બહાદુરે પૃષ્ટી કરતા કહ્યું કે કેસ નોંધીને દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

    લગ્નની ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા યુવક અને યુવતી, અકસ્માતમાં મોત

    ઉત્તર પ્રદેશના ઓરૈયામાં એક દર્દભરી ઘટના સામે આવી છે. જ્યા એક રોડ અકસ્માતમાં યુવક અને યુવતીનું મોત થયું છે. બતાવવામાં આવી રહ્યું છે કે બન્નેના 10 ડિસેમ્બરે લગ્ન થવાના હતા અને ખરીદી કરવા માટે કાનપુર ગયા હતા. ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમની સ્કુટીને ટક્કર મારી હતી અને બંનેના મોત થતા. ઘટનાની જાણ થતા જ બંને પરિવારોમાં માતમ છવાઇ ગયો છે.
    Published by:Ashish Goyal
    First published: