Home /News /national-international /

પ્રેમિકા સાથે મળીને યુવકે કરી 3 મહિલાઓની હત્યા, વધુ 5 હત્યાઓનું કરી રહ્યો હતો પ્લાનિંગ, આવી રીતે પકડાયો

પ્રેમિકા સાથે મળીને યુવકે કરી 3 મહિલાઓની હત્યા, વધુ 5 હત્યાઓનું કરી રહ્યો હતો પ્લાનિંગ, આવી રીતે પકડાયો

પોલીસે આરોપીની સાથે એક મહિલાની પણ ધરપકડ કરી

Murder News : પોલીસે આરોપીને પકડવા માટે લગભગ 45 અધિકારીઓની 9 ટીમ બનાવી હતી, પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા

કર્ણાટક (Karnataka)માં એક 35 વર્ષીય વ્યક્તિએ ત્રણ મહિલાઓની હત્યા (Murder) કરી દીધી છે. હત્યા કર્યા બાદ આરોપીએ આ મહિલાઓની લાશના ઘણા બધા ટુકડા કરીને ઠેકાણે કરી દીધા હતા. જોકે પોલીસે આ આરોપીને દબોચી લીધો છે. પોલીસે જણાવ્યું છે કે, આ આરોપી વધુ 5 હત્યાઓને અંજામ આપવાની ફિરાકમાં હતો. આ આરોપીની ઓળખ રામનગર જિલ્લાના કુદુરના ટી સિદ્દલિંગપ્પા તરીકે થઇ છે. પોલીસે આરોપીની સાથે એક મહિલાની પણ ધરપકડ કરી છે, જે આરોપી યુવકની પ્રેમિકા છે. આ મહિલાએ આરોપીને તમામ હત્યાઓમાં સાથ આપ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસે જણાવ્યું કે, આરોપીએ આ બધી જ હત્યાઓ છેલ્લા કેટલાક મહિનામાં જ કરી છે. આ ઉપરાંત આરોપી વધુ 5 લોકોની હત્યા કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે, 8 જૂનના રોજ તેમને માંડ્યા (Mandya)માંથી એક લાશ મળી હતી. જે બાદ તેઓને વધુ એક લાશ મળી હતી. આ બંને લાશ એકબીજાથી 25 કિમી દૂર મળી આવ્યા હતા. જોકે, આ બંને લાશએક સંકેત આપી રહ્યા હતા. આ બંને લાશના માત્ર નીચેના ભાગ જ મળી આવ્યા હતા.

પોલીસે આરોપીની કડક પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, તે થોડાંક વર્ષો પહેલાં એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. સમય વીતતાં બંને એકબીજાના નજીક આવ્યા હતા. આ દરમિયાન મહિલાએ તેને જણાવ્યું હતું કે તેણી સેક્સવર્કર છે. સાથે જ તેણે આ ધંધામાં આવી તેની આપવીતી પણ જણાવી હતી. જે બાદ આરોપીએ એ તમામ મહિલાઓની હત્યા કરવાનું નક્કી કર્યું, જેમણે તેની પ્રેમિકાને વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી,

આ પણ વાંચો - મા તે મા : પુત્રને મોતના મુખમાંથી બચાવ્યો, જુઓ શ્વાસ થંભાવી દે તેવો video

જે બાદ આરોપીએ મે મહિનામાં બેંગલુરુ (Bengaluru)માં પ્રથમ મહિલાની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે લાશને કાપીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધું. ત્યાર પછી આરોપીએ 30 મે અને 3 જૂને મૈસૂરમાં અન્ય 2 મહિલાઓની હત્યા કરી હતી. આ દરેક હત્યાને અંજામ આયોવામાં તેની પ્રેમિકાએ પણ તેનો સાથ આપ્યો હતો.

આરોપીએ પોલીસને જણાવ્યું કે, તેઓએ મૈસૂરમાં ભાડા પર એક મકાન રાખ્યું હતું. અહીં તેની પ્રેમિકાએ તે મહિલાઓને અલગ-અલગ દિવસે આમંત્રિત કરી હતી. મહિલાઓ ઘરમાં આવતાજ સૌથી પહેલાં આરોપી તેમનું ગળું દબાવી દેતો અને ત્યારબાદ બોડીના ટુકડા કરી દેતો હતો. જે બાદ માંડયામાં તેના ટુકડાને અલગ-અલગ સ્થળે ફેંકી દેતો હતો.

જણાવી દઈએ કે, પોલીસે આરોપીને પકડવા માટે લગભગ 45 અધિકારીઓની 9 ટીમ બનાવી હતી. પોલીસે આરોપીને બેંગ્લુરુ ખાતેના તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે, આરોપીએ પૈસા માટે આ ત્રણેય મહિલાઓની હત્યા કરી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, Murder case

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन