પોલીસ બનીને સ્ટેશનમાં ડ્યૂટી કરતો રહ્યો ‘નટવરલાલ’, થાનેદારથી લઇને SPને પણ ના પડી ખબર

જ્યારે આ વિશે ખુલાસો થયો તો વિભાગના અધિકારી પણ દંગ રહી ગયા

પોલીસ સ્ટેશનમાં કામ કરવાની સાથે-સાથે નકલી પોલીસ રાઉન્ડમાં, બેંકોમાં સીસીટીવી ચેકિંગ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ જતો હતો, આમ છતા કોઇને તેના વિશે ખબર પડી ન હતી, જાણો કેવી રીતે કરી ચાલાકી અને કેવી રીતે થયો ખુલાસો

 • Share this:
  ખગડિયા : બિહારમાં (Bihar)એક નકલી પોલીસની (Bihar Police SI)અનોખી કહાની સામે આવી છે. એક વ્યક્તિ પોતાને પોલીસ ગણાવી એક-બે દિવસ નહીં પણ લગભગ એક મહિના સુધી નોકરી કરતો રહ્યો હતો પણ કોઇને તેની જાણ પણ થઇ ન હતી. પોતાને 2019ની બેચનો પોલીસ (Fake cops)બતાવીને પોલીસનો ડ્રેસ પહેરીને વિક્રમ કુમાર નામનો આ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં (Police Station)કામ કરવાની સાથે-સાથે રાઉન્ડમાં, બેંકોમાં સીસીટીવી ચેકિંગ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ જતો હતો. આમ છતા કોઇને તેના વિશે ખબર પડી ન હતી.

  નકલી પોલીસ બનવાની ઘટના બિહારના ખગડિયા જિલ્લા (khagaria district)સાથે જોડાયેલી છે. જિલ્લાના માનસી સ્ટેશનમાં લગભગ એક મહિના સુધી પોલીસનો ડ્રેસ પહેરીને વિક્રમ કામ કરતો રહ્યો પણ કોઇને તેના વિશે ખબર પડી ન હતી. જ્યારે આ વિશે ખુલાસો થયો તો વિભાગના અધિકારી પણ દંગ રહી ગયા હતા. નકલી પોલીસ વિશે જાણ થતા તે યુવક ફરાર થઇ ગયો છે.

  આ પણ વાંચો - લગ્નના 15 દિવસ પહેલા યુવક ફિયાન્સીને છોડીને બીજી યુવતી સાથે ભાગી ગયો, પછી કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ

  આવી રીતે થયો ખુલાસો

  આખા મામલાનો ખુલાસો એસપીને આપવામાં આવેલી એક અરજી પછી થયો છે. ગોગરી અનુમંડલના રહેવાસી માનવાધિકાર કાર્યકર્તા મનોજ મિશ્રાએ ખગડિયા એસપી અમિતેશ કુમારને લેખિત ફરિયાદ કરી હતી. અરજીમાં મનોજ મિશ્રાએ માનસી પોલીસ સ્ટેશન પ્રભારી દીપક કુમાર પર આરોપ લગાવતા કહ્યું કે થાના પ્રભારી પોતાની પાસે એક યુવકને પોલીસનો ડ્રેસ પહેરાવીને રાખેલ છે અને તેણે સ્ટેશનના ઘણા કામો પણ કર્યા છે. મનોજ મિશ્રાએ તે યુવકનો પોલીસ ડ્રેસ પહેરેલ ફોટો અને ખગડિયાના સદર એસડીપોઓ સાથે રાઉન્ડમાં જતો ફોટો પણ સાબિતી તરીકે આપ્યો છે. આ સિવાય વિક્રમ કુમાર દ્વારા માનસી સ્ટેશન ક્ષેત્રમાં વિભિન્ન બેંકોના ચેકિંગ કર્યા પછી બેંકમાં રાખેલા રજિસ્ટર પર કરેલ સહીનો ફોટો પણ આપ્યો છે.

  પોતાને ગણાવ્યો 2019ની બેચનો પોલીસ

  મનોજ મિશ્રાએ વિક્રમ કુમારનો એક ઓડિયો પણ વાયરલ કર્યો છે. જેમાં તે બતાવી રહ્યો છે કે તેણે પોલીસની પરીક્ષા પાસ કરી છે પણ રાજગીરમાં ટ્રેનિંગ માટે જગ્યા ન હોવાથી મુંગેર ડીઆઈજીને ત્યાં યોગદાન આપ્યું અને પછી ત્યાંથી માનસી પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો છે. વિક્રમ કુમાર પોતાનું એડમિટ કાર્ડથી લઇને રિઝલ્ટ સુધી બતાવી રહ્યો હતો.

  આ પણ વાંચો - પોલીસ કર્મચારીએ પહેલા પત્નીની કરી હત્યા, પછી ગોળી મારી આત્મહત્યા કરી

  કોઇના આદેશ વગર કેવી રીતે માનસી પોલીસ સ્ટેશન પ્રભારીએ તેને કામ સોંપ્યા?

  ખગડિયા પોલીસ લાઇનના મેજર મહેન્દ્ર કુમારનું કહેવું છે કે કોઇપણ પોલીસકર્મીની બદલી કે નવી નિમણુક થાય છે તો તે સૌથી પહેલા લાઇનમાં મેજર પાસે નોંધ કરે છે. આ પછી પોલીસ સ્ટેશન મોકલવામાં આવે છે. જોકે વિક્રમ કુમાર પોલીસ લાઇન આવ્યો જ નથી. માનસી પોલીસ સ્ટેશન પ્રભારીએ જ્યારે ફોન કરીને તેને પૂછ્યું હતું તો તેને બધી જાણકારી આપી દીધી હતી. આવામાં સવાલ એ થાય કે કેવી રીતે કોઇ આદેશ વગર વિક્રમ કુમાર માનસી પોલીસ સ્ટેશનમાં ઘણા દિવસો સુધી નોકરી કરતો રહ્યો. આ મામલે ડીએસપીને તપાસ સોંપવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: