Video: નદીનાં તેજ વહેણમાં Stunt કરવો પડ્યો ભારે, યુવક એક કિલોમીટર સુધી તણાયો

દોરડાના સહારે નદીને અડધી પાર કરતાં જ યુવકનો હાથ છૂટ્યો તો તાડીઓ પાડીને ઉત્સાહ વધારતાં લોકોના હોશ ઊડી ગયા

દોરડાના સહારે નદીને અડધી પાર કરતાં જ યુવકનો હાથ છૂટ્યો તો તાડીઓ પાડીને ઉત્સાહ વધારતાં લોકોના હોશ ઊડી ગયા

  • Share this:
    ચંચલકુમાર, પ્રતાપગઢઃ રાજસ્થાન (Rajasthan)માં હાલમાં મેઘમહેર (Monsoon activity)ના કારણે અનેક વિસ્તારોમાં નદી-નાળામાં પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. પોલીસ-પ્રશાસનના તમામ દિશા-નિર્દેશો છતાંય લોકો પાણીના તેજ વહેણમાં ઉતરવાનું સાહસ કરતા હોય છે. આ ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, બીજી તરફ અનેક લોકો બહાદુરી દર્શાવવાના ચક્કરમાં પોતે અને પ્રશાસનને મુશ્કેલીમાં મૂકી દે છે. આવો જ એક મામલો પ્રતાપગઢ (Pratapgarh) જિલ્લામાં જોવા મળ્યો છે. એક યુવક જોખમી પાણીના વહેણ સાથે રમીને ખતરનાક સ્ટન્ટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    મળતી જાણકારી મુજબ, આ ઘટના ત્રણ દિવસ પહેલાની હોય તેવું કહેવાય છે. જિલ્લામાં હાલમાં જ સારો વરસાદ પડ્યો છે, જેના કારણે નદી-નાળા તોફાની બની રહ્યા છે. 24 ઓગસ્ટે અહીંના એક વહેણમાં યુવકનો જીવ જોખમમાં મૂકાયો. પાનમોડી ગ્રામ પંચાયતના સેમલોપુર ખેડા ગામનો 25 વર્ષીય યુવક વહેણમાં સ્ટન્ટ કરવાનો પ્રયાસ કર્યો. તે વહેણની ઉપર બાંધેલા દોરડાથી લટકીને એક છેડેથી બીજે છેડે જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, આ દરમિયાન ત્યાં ઊભેલા લોકો તાળીઓ વગાડીને તેનો ઉત્સાહ વધારી રહ્યા હતા.


    આ પણ જુઓ, Corona દર્દીઓની ધમાલ, ‘ઢોલ જગીરોં દા’ ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા, Video Viral

    યુવકે દોરડાથી લટકીને અડધો રસ્તો તો પાર કરી દીધો, પરંતુ તેજ વહેણના કારણે અચાનક તેના હાથમાંથી દોરડું છૂટી ગયું અને તે પાણીમાં વહી ગયો. યુવક વહી ગયા બાદ લોકો પણ વહેણ તરફ દોડવા લાગ્યા, પરંતુ યુવક તેજ વહેણમાં ખોવાઈ ગયો. તેના કારણે યુવકના સ્ટન્ટ પર તાળીઓ વગાડી રહેલા ગામ લોકોના હોશ ઊડી ગયા.

    આ પણ વાંચો, પ્રેમિકાની હત્યા કરી તેને ઘરમાં દાટી બનાવી દીધો હતો ચબૂતરો, સિરીયલ કિલરને આજીવન કેદની સજા

    ઝાડની ડાળીને સહારે બચ્યો યુવકનો જીવ

    લગભગ એક કિલોમીટર સુધી વહી ગયા બાદ કિસ્મતતી યુવકના હાથમાં એક ઝાડની ડાળી આવી ગઈ. તેણે તેને મજબૂતીથી પકડી લીધી અને જેમ-તેમ કરીને નાળામાંથી બહાર આવ્યો. ત્યારે તેના જીવમાં જીવ આવ્યો.
    Published by:Mrunal Bhojak
    First published: