Home /News /national-international /

મોતની સેલ્ફી! ફોલોઅર્સ વઘારવાના ચક્કરમાં યુવકનું ગળું કપાયું, હેલિકોપ્ટરની ઝપટમાં આવી ગયો

મોતની સેલ્ફી! ફોલોઅર્સ વઘારવાના ચક્કરમાં યુવકનું ગળું કપાયું, હેલિકોપ્ટરની ઝપટમાં આવી ગયો

હેલિકોપ્ટરનું એન્જીન બંધ થાય તે પહેલા જ યુવકના શ્વાસ થંભી ગયા

બ્રિટન (Britain)ના 22 વર્ષીય જેક ફેન્ટનનું હેલિકોપ્ટર (Helicopter death)ની ટક્કરથી મોત થયું હતું. તેઓ ગ્રીસથી રજાઓ માણીને પર્સનલ હેલિકોપ્ટરથી પરત ફર્યા હતા. કહેવામાં આવ્યું હતું કે સેલ્ફી (Youth dies due to selfie)ના ચક્કરમાં તેની ગરદન કપાઈ ગઈ હતી.

વધુ જુઓ ...
  કેટલીક વાર અમુક શોખ (Hobby) એવા બની જાય છે કે વ્યક્તિ પોતાના લત (Addiction)માં ક્યારે પોતાનો નાશ કરી નાખે છે તેની ખબર પણ પડતી નથી. અને વ્યસન પૂરું કરવાના ઘેલછામાં લોકો વિચારવાનું અને સમજવાનું છોડી દે છે. આવું જ એક યુવક સાથે થયું જે સોશિયલ મીડિયા અને સેલ્ફીની લતમાં એટલો બધો જકડાઈ ગયો કે તેના ચક્કરમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો. હોલીકોપ્ટરની પાંખો સાથે અથડાતા જ યુવક (Died after being hit by helicopter wings during selfie)નું માથું ધડથી કપાઈ ગયું હતું.

  એક શ્રીમંત બ્રિટિશ પરિવારનો 22 વર્ષીય પુત્ર જેક ફેન્ટન હેલિકોપ્ટરની પાંખો સાથે અથડાવાથી મૃત્યુ પામ્યો. કહેવામાં આવ્યું હતું કે સેલ્ફીના ચક્કરમાં તેની ગરદન કપાઈ ગઈ હતી. જે હેલિકોપ્ટરથી આ અકસ્માત થયો હતો, તે યુવક ગ્રીમથી રજાઓ મનાવીને પરત ફર્યો હતો. પરંતુ પાંખો બંધ થાય તે પહેલા જ તે નીચે ઉતરી પાછો સેલ્ફી લેવા ગયો અને આ ખૂબ જ હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો.

  જેણે પ્રવાસ પૂરો કરાવ્યો તે જ બન્યો કાળ
  22 વર્ષીય જેક ફેન્ટન તેના ત્રણ મિત્રો સાથે હેલિકોપ્ટરમાં માયકોનોસથી ગ્રીસની રાજધાની એથેન્સ નજીકના એક ખાનગી હેલિપેડ પર ઉતર્યા હતા. પરંતુ હેલિકોપ્ટરની પાંખો સંપૂર્ણ રીતે બંધ થઈ જાય તે પહેલા તે નીચે ઉતર્યો અને પાછો ગયો અને ફોટો ક્લિક કરવાનું શરૂ કર્યું, જ્યારે એક જ ઝટકામાં હેલિકોપ્ટરે તેની ગરદન ઉડાવી દીધી. માતા-પિતા પણ રજાઓમાંથી પાછા ફર્યા બાદ અન્ય હેલિકોપ્ટરમાં તેની પાછળ જતા હતા. આ ઘટના બાદ પાયલોટ પર કાર્યવાહી થવાની શક્યતા છે. તપાસ એ થશે કે શું તેણે જેકને પંખો બંધ થતા પહેલા નીચે ઉતરવાનો આદેશ તો નથી આપ્યો.

  આ પણ વાંચો: પ્રેમિકા બની પ્રેમીની માતા! પ્રેમમાં દગો મળતા પ્રેમીના પિતા સાથે જ લગ્ન કરી લીધા

  લાઈક્સ અને વ્યુઝ વધારવાની પાછળ જીવનનો અંત
  કહેવામાં આવ્યું હતું કે બેલ 407 હેલિકોપ્ટરનું એન્જિન બંધ થાય તે પહેલા જ જેક નીચે આવી ગયો હતો, આ બેદરકારી તેના મૃત્યુનું મોટું કારણ બની હતી. જેકના પિતા મિગુએલ ધ હોપ ફાર્મ માટે માર્કેટિંગ, વેચાણ અને પીઆરના વડા છે. જે 400 એકરમાં ફેલાયેલ છે અને ખૂબ જ પ્રખ્યાત છે.

  આ પણ વાંચો: રોબોટ બન્યો રાક્ષસ! બાળક સાથે રમી રહ્યો હતો ચેસ, અચાનક તોડી નાખી આંગળી!

  મિત્રો અને પરિવાર સાથે રજાઓ પૂરી થઈ ગઈ અને ઘર વાપસી પણ લગભગ પૂરી થઈ ગઈ હતી, પરંતુ એક બેદરકારીએ માત્ર યુવાન પુત્રને મારી નાખ્યો એટલું જ નહીં તે બધા લોકોને ચેતવણી પણ આપી કે શોખ, દેખાડો, વ્યસન, લાઈક્સ અને વ્યૂઝના મામલામાં જીવ જોખમમાં ન નાખો. કારણ કે ફોલોઅર્સ ઇન્ વ્યૂઝનું મહત્વ ત્યારે જ થે જ્યારે તમે પોતે વિશ્વમાં હાજર હશો.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: OMG News, Shocking news, Viral news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन