Home /News /national-international /

પત્નીથી પરેશાન બનીને પતિએ કરી આત્મહત્યા, મોત પહેલા video બનાવી કર્યા ગંભીર આક્ષેપો

પત્નીથી પરેશાન બનીને પતિએ કરી આત્મહત્યા, મોત પહેલા video બનાવી કર્યા ગંભીર આક્ષેપો

આ ઘટના હરિયાણાના (haryana)ફરિદાબાદમાં સામે આવી છે

suicide news - મૃતક સંગીતના લગ્ન 22 નવેમ્બર 2021ના રોજ થયા હતા. લગ્નના થોડા જ મહિનામાં સંગીતની પત્ની તેને પ્રતાડિત કરવા લાગી હતી

    ચંદીગઢ : એક યુવકે પત્નીથી પરેશાન બનીને આત્મહત્યા (suicide)કરી લીધી છે. રૂમમાં ફાંસો લગાવતા પહેલા યુવકે એક વીડિયો ( video)બનાવ્યો હતો અને સાસરિયાના પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરુ કરી છે. પોલીસે મૃતકની પત્ની અને સાસરિયાના લોકો સામે કેસ નોંધ્યો છે.

    આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો


    આ ઘટના હરિયાણાના (haryana)ફરિદાબાદમાં સામે આવી છે. મૃતકના પરિવારજનોના મતે સોમવારે બધા લોકો 15 ઓગસ્ટ મનાવવામાં વ્યસ્ત હતા. તેમનો પુત્ર સંગીત સવારે 9 વાગ્યા સુધી બહાર ના આવ્યો તો તેના પિતા રૂમમાં ગયા હતા. જ્યા તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. પાસે એક મોબાઇલ પડ્યો હતો. જેમાં વીડિયો બનાવેલો હતો. આ પછી મૃતકના પરિવારજનોએ અગ્રેસન પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસને જાણકારી આપી હતી.

    આ પણ વાંચો - અત્યાચાર, બળાત્કાર, પ્રેમ અને બદલો: જાણો દેશની સૌથી ખૂંખાર 'બેન્ડિટ કવીન'ની જિંદગીના વિવિધ પાસા

    2021માં થયા હતા લગ્ન


    મૃતક સંગીતના લગ્ન 22 નવેમ્બર 2021ના રોજ થયા હતા. લગ્નના થોડા જ મહિનામાં સંગીતની પત્ની તેને પ્રતાડિત કરવા લાગી હતી. પત્ની, સાળો અને સાસુ-સસરા દબાણ કરીને પરિવારથી અલગ થવાનું કહેતા હતા. તેનાથી પરેશાન બનીને સંગીતે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા બનાવેલા વીડિયોમાં સંગીતે પોતાના સાસરિયાના લોકોને ક્રિમિનલ બેકગ્રાઉન્ડના બતાવ્યા છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે પત્ની તેમના પુત્રને દહેજના કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી.

    મૃતક સંગીતે આત્મહત્યા પહેલા બનાવેલા વીડિયોના આધારે પોલીસે મૃતકની પત્ની સહિત સાસરિયાના લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીઓના મતે વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. જલ્દી બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

    પ્રેમિકા સાથે મળીને યુવકે કરી 3 મહિલાઓની હત્યા


    કર્ણાટક (Karnataka)માં એક 35 વર્ષીય વ્યક્તિએ ત્રણ મહિલાઓની હત્યા (Murder) કરવાનો મામલો સામે આવ્યો છે. હત્યા કર્યા બાદ આરોપીએ આ મહિલાઓની લાશના ઘણા બધા ટુકડા કરીને ઠેકાણે કરી દીધા હતા. પોલીસે આ આરોપીને દબોચી લીધો છે. પોલીસે જણાવ્યું છે કે, આ આરોપી વધુ 5 હત્યાઓને અંજામ આપવાની ફિરાકમાં હતો. આ આરોપીની ઓળખ રામનગર જિલ્લાના કુદુરના ટી સિદ્દલિંગપ્પા તરીકે થઇ છે. પોલીસે આરોપીની સાથે એક મહિલાની પણ ધરપકડ કરી છે, જે આરોપી યુવકની પ્રેમિકા છે. આ મહિલાએ આરોપીને તમામ હત્યાઓમાં સાથ આપ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપીએ આ બધી જ હત્યાઓ છેલ્લા કેટલાક મહિનામાં જ કરી છે. આ ઉપરાંત આરોપી વધુ 5 લોકોની હત્યા કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Crime news, Haryana News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन