સેલ્ફીના શોખીનો સાવધાન! સેલ્ફી લેવા માટે ટ્રેન ઉપર ચડ્યો યુવક, હાઈ વોલ્ટેજ લાઈન અડતા કમકમાટી ભર્યું મોત

સેલ્ફીના શોખીનો સાવધાન! સેલ્ફી લેવા માટે ટ્રેન ઉપર ચડ્યો યુવક, હાઈ વોલ્ટેજ લાઈન અડતા કમકમાટી ભર્યું મોત
પ્રતિકાત્મક તસવીર

સેલ્ફીના ચક્કરમાં માલગાડી ઉપરથી પસાર થતી હાઈવોલ્ટેઝ લાઈન ન દેખાઈ. સેલ્ફી લેવાના પ્રયત્ન દરમિયાન હાઈ વોલ્ટેજ લાઈનની ચપેટમાં આવી ગયો હતો.

 • Share this:
  બારાબંકીઃ અત્યારના યુવાનોમાં સેલ્ફી પાડવાનો ક્રેઝ વધારે જોવા મળે છે. યુવકો સેલ્ફી (selfie crezy people) માટે એટલા દિવાના હોય છે કે કોઈપણ હદ સુધી જતા રહે છે. અને મોતને વ્હાલું કરી દેતા હોય છે. આવો જ એક ચેતવણીરૂપ કિસ્સો ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારબંકીમાં બન્યો છે. જ્યાં સેલ્ફીના ક્રેઝી યુવક સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવવો પડ્યો હતો. બારાબંકીના ફતેહપુરા રેલવે સ્ટેશન (Hatehpura railway station) ઉપર ઊભેલી માલગાડી ઉચર ચડીને સેલ્ફી લેવા દરમિયાન યુવક હાઈ વોલ્ટેજ લાઈનની ચપેટમાં આવી ગયો હતો. કરંટ લાગવાની સાથે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. સ્થળ ઉપર જીઆરપીના જવાનો પહોંચ્યા હતા. ત્યારે હવે મૃતકના ઓળખ કરવાની કાર્યવાહી પોલીસે હાથધરી છે.

  મળતી માહિતી પ્રમાણે બારાબંકીના ફતેહપુર રેલવે સ્ટેશન ઉપર રવિવારે સાંજે દર્દનાક ઘટના ઘટી હતી. અહીં સ્ટેશનના ત્રીજા ટ્રેક ઉપર આશરે આઢી મહિનાથી માલગાડીના ટેન્કરો ઊભા હતા. ગત સાંજે આશરે સાત વાગ્યે કેટલાક યુવકો રેલવે સ્ટેશન તરફ ગયા હતા.  આ પૈકી એક યુવક ટેન્કરની સીડીઓથી ઉપર ચડીને સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ સેલ્ફીના ચક્કરમાં માલગાડી ઉપરથી પસાર થતી હાઈવોલ્ટેઝ લાઈન ન દેખાઈ. સેલ્ફી લેવાના પ્રયત્ન દરમિયાન હાઈ વોલ્ટેજ લાઈનની ચપેટમાં આવી ગયો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

  કરંટ એટલો ભારે હતો કે યુવકનું શરીર બળીને ખાખ થઈ ગયું હતું. આ જોઈને તેના સાથી મિત્રો ડરીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. માહિતી મળતા જ જીઆરપી ઈન્સ્પેક્ટર આરપી સિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

  આ પણ વાંચોઃ-સંબંધો શર્મશાર! 'સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો', સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું, વિરોધ કરનાર પુત્રને મારી ગોળી

  આ પણ વાંચોઃ-શોલે ફિલ્મ જેવો સીન! પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્ની હાઈટેન્શન ટાવર ઉપર ચડી ગયો પતિ, 'તું પિયર જઈશ તો કૂદી જઈશ'

  રેલવે વિદ્યુત વિભાગના ટેક્નિકલ વિભાગે શટ ડાઉન લઇને વિદ્યુત લાઈન બંધ કરી હતી. ત્યારબાદ યુવકની લાશ ટેન્કરની નીચે ઉતારી હતી. જીઆરપીએ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જીઆરપી થાના પ્રભારી યુવકની ઓળખ કરવાની તજવીજ હાથધરી હતી.  ઉલ્લેખનીય છે કે, થોડા મહિલાઓ પહેલા ઈન્દોરમાં પણ સેલ્ફીના ચક્કરમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં ડેમ નજીક ડોક્ટરની પત્ની કિનારા ઉપર ઊભી રહીને સેલ્ફી લેવા ગઈ હતી. અને તેનો પગ લપસતા નદીના પાણીમાં તણાઈ ગઈ હતી.
  Published by:ankit patel
  First published:November 30, 2020, 21:32 pm