Covid-19 : લૉકડાઉનમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકની થઈ ઘાતકી હત્યા

News18 Gujarati
Updated: March 27, 2020, 3:05 PM IST
Covid-19 : લૉકડાઉનમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકની થઈ ઘાતકી હત્યા
ગામ લોકોએ પ્રેમીની હત્યા કરી દૂર ખેતરમાં લાશ ફેંકી દીધી, આવી રીતે ભેદ ઉકેલાયો

ગામ લોકોએ પ્રેમીની હત્યા કરી દૂર ખેતરમાં લાશ ફેંકી દીધી, આવી રીતે ભેદ ઉકેલાયો

  • Share this:
રાંચી : કોરોના લૉકડાઉન (Corona Lockdown) હોવા છતાંય પ્રેમિકાને મળવા ગયેલા એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મામલો ઝારખંડના રાંચીનો છે. મનોજ નામના યુવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. મનોજ પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો . મળતી જાણકારી મુજબ, એક મહિના પહેલા પણ ગામ લોકોએ તેને ગામમાં પ્રવેશ નહીં કરવાની ચેતવણી આપી હતી. આ અગાઉ તેનો આખો દિવસ ઝાડ સાથે બાંધીને રાખવામાં આવ્યો હતો. અને બાદમાં ગામમાં નહીં આવવાની ચેતવણી આપીને છોડી દીધો હતો.

હત્યા કરીને લાશને ખેતરમાં ફેંકી

ગામ લોકોની ચેતવણીને હોવા છતાંય કોરોના લૉકડાઉનમાં મનોજ પોતાની પ્રેમિકાને મળવા માટે ગામ પહોંચ્યો હતો. મળતી જાણકારી મુજબ, ગામમાં તેને જોતાં જ લોકોએ તેને પકડી લીધો અને ગુરુવારની રાત્રે તેની હત્યા કરી દીધી. ગામ લોકોએ તેની લાશને નજીકના ખેતરમાં ફેંકી દીધી. શુક્રવાર સવારે બીજા ગામના લોકોએ તેની લાશ જોઈ તો તેઓએ તેની જાણકારી પોલીસને આપી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી.

આ પણ વાંચો, કોરોનાનો ડરઃ મહિલાએ છીંક ખાધી તો સ્ટોર માલિકે ફેંકી દીધો 26 લાખનો ખાવાનો સામાન

પ્રેમિકાના પરિવારને કસ્ટડીમાં ધકેલ્યો

પોલીસે હત્યા મામલામાં પ્રેમિકાના પરિવારને કસ્ટડીમાં લઈ લીધો છે. તેની સાથે જ કેટલાક ગામ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓરમાંઝી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે કહ્યું કે, આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ પણ આશ્ચર્યમાં છે કે લૉકડાઉન હોવા છતાંય યુવકે પોતાની પ્રેમિકાને મળવાનું જોખમ કેમ લીધું હતું.(રિપોર્ટઃ ઓમપ્રકાશ)

આ પણ વાંચો,  સ્પર્મ કાઉન્ટને ગંભીર રીતે પ્રભાવિત કરે છે તણાવઃ સ્ટડી
First published: March 27, 2020, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading