બિહારના બક્સરમાં હૈદરાબાદ જેવી ઘટના, દુષ્કર્મ બાદ યુવતીની ગોળી મારી હત્યા

News18 Gujarati
Updated: December 3, 2019, 2:18 PM IST
બિહારના બક્સરમાં હૈદરાબાદ જેવી ઘટના, દુષ્કર્મ બાદ યુવતીની ગોળી મારી હત્યા
પ્રતીકાત્મક તસવીર

દુષ્કર્મ બાદ યુવતીની ગોળી મારી હત્યા, બાદમાં લાશને સળગાવવાનો ઘૃણાસ્પદ પ્રયાસ

  • Share this:
બક્સર : બિહાર (Bihar)ના બક્સર (Buxar)થી હૃદય કંપાવનારી એક ઘટના સામે આવી છે. અહીંયા પણ હૈદરાબાદમાં થયેલા ગેંગરેપ અને હત્યા (Hyderabad Gangrape and Murder Case) જેવી ઘટના બની છે. બક્સરમાં એક યુવતીની સાથે પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું અને પછી તેની હત્યા કરીને શબને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘટના બક્સરના ઈટાઢી પોલીસ સ્ટેશન હદની છે. યુવતીનો શબ ઈટાઢી પોલીસ સ્ટેશનની હદમાં કુકુઢા બધારથી મળ્યું. યુવતીના શબને પોલીસને અડધી બળેલી અવસ્થામાં મળ્યો છે.

શબને સળગાવતાં પહેલા ગોળી મારી

મૃતકની ઓળખ નથી થઈ શકી. મળતી જાણકારી મુજબ, યુવતીની સાથે પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને નજીકથી ગોળી મારવામાં આવી. યુવતીના મોત બાદ શબને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસે યુવતીના અડધા બળેલા શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું.

ડૉક્ટરે દુષ્કર્મની પુષ્ટિ કરી

આ મામલાની જાણકારી મળતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. ઈટાઢી પોલીસ સ્ટેશનના એસઆઈ લલન સિંહે જણાવ્યું કે, ચોકીદાર દ્વારા શબ મળવાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવતીનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરોએ પણ દુષ્કર્મની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આ 7 કડીઓને જોડીને પોલીસ આરોપીઓ સુધી પહોંચીયુવતીની ઓળખ ન થઈ શકી

યુવતીને સળગાવતાં પહેલા તેને ગોળી મારી દેવામાં આવી છે જેના કારણે તેનું મોત થયું. પોલીસને ઘટનાસ્થળેથી એક ખાલી કારતૂસ પણ મળ્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે, ઘટના 24 કલાક અંદરની છે. યુવતીની ઓળખ નથી થઈ શકી. નોંધનીય છે કે, આ પહેલા હૈદરાબાદમાં એક મહિલા વૅટનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી અને તે શબને સળગાવી દેવામાં આવી હતી.

(ઇનપુટ- પુષ્પરાજ)

આ પણ વાંચો,

હૈદરાબાદ ગેંગરેપ : જયા બચ્ચને કહ્યું, અપરાધીઓને જનતાને હવાલે કરી દો, એ જ કરશે ફેંસલો
ગાઝિયાબાદ સામૂહિક આત્મહત્યા : સાઢુની છેતરપિંડી અને વેપારમાં બે કરોડની ખોટ બન્યું કારણ!
First published: December 3, 2019, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading