વેલેન્ટાઈન ડે ઉપર પાર્કમાં યુવકોએ પકડ્યું પ્રેમી યુગલ, બળજબરીથી કરાવ્યા બંનેના લગ્ન

News18 Gujarati
Updated: February 14, 2020, 10:25 PM IST
વેલેન્ટાઈન ડે ઉપર પાર્કમાં યુવકોએ પકડ્યું પ્રેમી યુગલ, બળજબરીથી કરાવ્યા બંનેના લગ્ન
ફાઈલ તસવીર

પાર્કમાં એક પ્રેમી યુગલ ફરી રહ્યું હતું ત્યારે ડઝનભર યુવકો એક સાથે પાર્કમાં પહોંચ્યા હતા. તેમને જોઈને અનેક યુવક અને યુવતીઓ પાર્કની બહાર નીકળી ગયા હતા. આ યુવકોએ એક પ્રેમી યુગલને પકડ્યું હતું.

  • Share this:
રાંચીઃ 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે તરીકે દેશ અને દુનિયામાં ઉજવવામાં આવ્યો હતો. ઝારખંડની રાજધાની રાંચીમાં એક શરમજનક ઘટના બની હતી. અહીં મોરહાબાદી સ્થિત ઓક્સીજન પાર્કમાં ડઝનભર યુવકોએ એક પ્રેમી યુગલને પકડીને બળજબરીથી લગ્ન કરાવ્યા હતા. દબાણમાં આવીને યુવકને યુવતીના સેંથામાં સિન્દુર ભરવું પડ્યું હતું. આ ઘટના ત્યારે ઘટી જ્યારે પ્રેમી યુગલ પાર્કમાં ફરી રહ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે પાર્કમાં એક પ્રેમી યુગલ ફરી રહ્યું હતું ત્યારે ડઝનભર યુવકો એક સાથે પાર્કમાં પહોંચ્યા હતા. તેમને જોઈને અનેક યુવક અને યુવતીઓ પાર્કની બહાર નીકળી ગયા હતા. આ યુવકોએ એક પ્રેમી યુગલને પકડ્યું હતું. યુવકોએ બંનેની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચોઃ-Vastu Tips : ઘરમાં આ પાંચ બાબતોનું રાખશો ધ્યાન તો નહીં રહે પૈસાની તંગી

ત્યારબાદ યુવકે કહ્યું કે યુવતી તેની પત્ની છે. આ વાત સાંભળી યુવકોએ તેને સિન્દુર આપ્યું હતું અને યુવકને યુવતીના સેંથામાં સિન્દુર પુરવા માટે કહ્યું હતું. ત્યારબાદ યુવકોએ યુવતીના ઘરવાળાઓને ફોન કરવા કહ્યું ત્યારે યુવક તેમના ઉપર દબાણ વધી ગયું હતું. ત્યારબાદ પીસીઆર વાન પહોંચી છે પોલીસને જોઈને બધા પાર્કમાંથી ભાગ્યા હતા.

આ પણ વાંચોઃ-તમે એપલનો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહીં મળે છે 34,000 સુધીની છૂટ

પાર્કમાં હાજર કર્મચારીઓ જોતા રહ્યા તમાશોપાર્કમાં હજાર કર્મચારીઓ યુવકોનો તમાશો જોતા રહ્યા હતા. કોઈએ આ ઘટનાનો વિરોધ કર્યો ન્હોતો. ઘટનાને અંજામ આપ્યા પછી યુવકો પાર્કમાંથી ભાગ્યા હતા. કર્મચારીઓ ઇચ્છતા હોત તો યુવકોને પકડી શક્યા હતો.

આ પણ વાંચોઃ-મ્યાંમારના પવિત્ર ધર્મિક સ્થળ ઉપર ઈટાલીના યુગલે બનાવ્યો અશ્લીલ વીડિયો અને પછી...

પોલીસ સ્ટેશનમાં કોઈ જ પ્રકારની ફરિયાદ નથી
લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસે જણાવ્યા પ્રમાણે ફોન ઉપર માહિતી મળી હતી કે કેટલા યુવકો પાર્કમાં હંગામો કરી રહ્યા છે પરંતુ લાલપુર પોલીસ પાર્કમાં પહોંચે ત્યાં સુધી યુવકો પાર્કમાંથી જતા રહ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કોઈએ ફરિયાદ કરી નથી.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर